________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૧૭
એએ રાજાને કુકડા આપવાની સાફ ના સુણાવી. આના પરિામે નાટકીયા અને સિહુલરાજા વચ્ચે ઝપાઝપી થઇ. પરિણામે નાટકીયાજ ચંદ્રરાજાના પ્રતાપે જીત્યા પરંતુ તેમને કાંઇ સિંહલમાં રાજ્ય નહેાતુ કરવુ તેથી તે તે રાજ્ય તેનેજ પાછું સોંપી તેની પાસેથી દંડ લઇ આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં પાતનપુર આવ્યા.
(૭)
પેાતનપુર નગરમાં જયસિંહુ નામે રાજા રાજ્ય કરતા હતા તેને સુબુદ્ધિ નામના બુદ્ધિ નિધાન મંત્રી હતા. આ મંત્રીને લીલાવતી નામે રૂપ રૂપના અખા સરખી પુત્રી હતી. આ લીલાવતીનાં લગ્ન કામદેવ સરખા તે નગરના લીલાધર નામના શ્રેષ્ઠિપુત્ર વેરે થયાં.
લીલાધર અને લીલાવતી સુખ પૂર્વક જીવન જીવતા હતા. ત્યાં એક વખત લીલાધર પાસે એક ભિખારીએ ભીખ માગી. લીલાધરે અભિમાનથી તેને તિરસ્કા. એટલે તે એલ્યુ. ઘેાડા કરીએ ઢમકા જાવા ઘો ઇમ ધરણી ધમકા ચપલા વીજળી ચમકા ગરવ ન કીજે રે એ સદ્ગુરુ શિખલડી. જે નિજ ભુજબળ ધન ન મારે થિંગ ધિગ્ જીવિત તેહનુ
કુમાર ! બહુ જોર ન રાખે। આ બધી સંપત્તિ અને યૌવન વિજળીના ચમકારા જેવું છે. તમે આટલા બધા ગવ શાના ઉપર કરા છે? આ કાંઈ તમારી કમાણી નથી ?
For Private And Personal Use Only