________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
જવી કુકડાની જીદ છોડાવવા માટે મંત્રીને વિનવણી કરી. પણ મંત્રીએ તે ન માન્યું એટલે તેણે તેના હાથમાં પાંજરું આપતાં કુકડાને કહ્યું “નાથ! મને ન ભૂલશે. હું તમને છૂટા પાડવા માગતી નથી પણ છૂટા પડવામાં ભવિષ્યમાં હિત છે તેમ માની છૂટા પાડું છું. નાથ! મારા બધા અપરાધની ક્ષમા આપશે. અને તે તમે હૃદયથી જરા પણ વિસરશે નહિ અને તમે પણ મને વિસારશે નહિ.”
કુકડાએ પણ પગ વતી અક્ષર લખી કહ્યું ધણ મન હરણ મ કરીશ ફીકર લગારજે ન મિલે તુજ મેળો જાત ગયા પછી રે લે
પ્રિયે! મારી ફિકર કરીશ નહિ. હું જીવતે હઈશ તે. તને મળ્યા વિના નહિ રહું. અને મને છૂટો કરવામાંજ મારા પ્રાણ અખંડ રહેશે.
કુકડે અને ગુણવળી બને આંસુ સાથે છૂટાં પડયાં પ્રધાને પાંજરું લાવી વીરમતીને આપ્યું અને વીરમતીએ તે પાંજરું શિવકુમાર નાટકીયાને સેંગ્યું.
નાટકીયાએ “ભલા ભલા” કરી વીરમતીના અનહદ વખાણ કર્યા.
શિવકુમાર અને શિવમાળા કુર્કટ મળતાં ખુબ આનંદ પામ્યાં. તે પાંજરાને પિતાના આવાસે લાવ્યાં અને શય્યા ઉપર મુકી તેની સામે હાથ જોડી તે બેલ્યાં. “કુટરાજ ! તમે અમારા રાજા છે. અમે તમારા સેવક છીએ. અહિં કાંઈ પણ મનમાં ઓછું આણશે નહિ.” આ પછી શિવમાળા રોજ કુટની ભક્તિ કરતી અને તેની આગળ મેવા મીઠાઈ મુકતી.
For Private And Personal Use Only