________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચદરાજાનું ચરિત્ર
૨૫
ગુણાવળી પાંજરું જતાં સાવ હતાશ થઈ તેને તેને મહેલ સુને ભાસવા લાગ્યા. જીવન અકારું લાગવા માંડયું. આ નટ લેકે શું મારા નાથને ગામે ગામ નચાવશે. હજારનું દાન આપનાર મારા નાથને આગળ કરી શું આ યાચકો ભીખ મંગાવશે? તેની સારસંભાળ કેણ કરશે? ગુણાવળીએ ચંદ્રના ભક્ત સામંતુ રાજાઓને “ચંદ્રરાજા કુકડા થયા છે અને તે નાટકીયાને સંપાયા છે માટે તેની સાચવણી રાખવાની ખાનગી સૂચના આપી. આ સામંતે પણ નાટકીયાને મળ્યા અને કુર્કટરાજાની રક્ષા માટે સૈનિક બની તેમની સાથે જોડાયા.
એક વહેલી પરોઢે નાટકીયાને મુકામ ઉપડયે ઢેલ શરણાઈઓ વાગી. ગુણાવળી અદ્ધર શ્વાસે મહેલ ઉપર ચડી અને નજર પહોંચી ત્યાં સુધી શિવમાળાના મસ્તકે રહેલ કુર્કટને તેણે જોયા કર્યો શિવમાળા અદશ્ય થતાં ગુણાવળીને અંધારાં આવ્યાં અને તે એકદમ જમીન ઉપર પટકાઈ પડી. ડીવારે શુદ્ધિ આવતાં સખીઓએ સમજાવી શાંત કરી. પછી વીરમતી આવી તેને કહેવા લાગી. “ગુણાવળી મારા તારા વચ્ચેની આ ડખેલ ટળી. જોઈતું હતું અને વૈધે કીધું. ચંદ્રને મારે દૂર કરે હતું અને નાટકીયે માગ્યો એટલે તેને આપી, દીધે હવે તેને જાય નહિ અને દાઝવું ય નહિ.”
ગુણવળીને સાસુનું આ વચન આકરૂં તે ઘણું લાગ્યું પણ તેને હાજી હા કર્યા વિના છૂટકે ન હતું એટલે તે મન વિના હાજી હાજી કરવા માંડી. - વીરમતીએ માન્યું કે “વહુ ખરેખર આજ્ઞાધારી અને ભેળી છે. હું કહું તે બધું તેને કબુલ છે. ”
For Private And Personal Use Only