________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૪૯ દેહ ચિંતાનું અને રીસાયાને મનાવવાનું આ બધું ગોઠવાયેલું પાપી પેટના માટેનું કારસ્તાન છે.
આ સાંભળી ત્રણે મંત્રીઓ ઠરી ગયા.
રાજા ઘડી પહેલાને ઉતાવળા સ્વભાવને હવે તે હવે સ્થિર થયેલ હતું. તેણે ચારે મંત્રીઓને ઠપકે આપી માફી આપી. મકરધ્વજ રાજાએ સિંહલરાજા, તેને પુત્ર કનકધ્વજ, હિંસક, કનકાવતી અને કપિલાને જ્યાં સુધી પુરી તપાસ ન થાય ત્યાંસુધી વિમળાપુરી રોકી રાખ્યા અને બાકીના બધા સિંહલપુરીના રસાલાને સિંહલ વિદાય કર્યો.
મકરધ્વજ રાજાએ એક મેટી દાનશાળા આરંભી તેની અધિકારીણિ પ્રેમલાને બનાવી. પ્રેમલા સી કેઈને દાન આપે છે અને ચંદ્રરાજાની તપાસ કરે છે. રાજાએ આ ઉપરાંત આભાપુરી પણ માણસો તપાસ કરવા મેકલ્યા.
થોડા દિવસ થયા ત્યાં વિમળાપુરીમાં સાધુ ભગવંત પધાર્યા. સાધુ ભગવંતની દેશના સાંભળી પ્રેમલા ધર્મમાં સ્થિર થઈ અને સવિશેષ ધર્મકરણી અને નવકારનું સ્મરણ કરવા લાગી. એક રાત્રિએ પ્રેમલાને સવપ્નમાં કેઈ દેવિએ કહ્યું
પ્રેમલા ! તું મુંઝાઈશ નહિ તારો નાથ ચંદ્ર તને સેળવષે મળશે. તું ખુબ સુખી થઈશ. તારું કલંક ઉતરશે.”
સ્વપ્નની બધી વાત તેણે પોતાના પિતાને કહી. પિતા રાજી થયા. પ્રેમલા ધમ ધ્યાનમાં સમય કાઢે છે દાન આપે છે અને યાચકને આભાપુરી અને ચંદ્ર નરેશના સમાચાર પુછે છે.
For Private And Personal Use Only