________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
કાંઈ ન આવ્યું. રાજરાણુને પણ પ્રેમલા દોષિત લાગી.
મહાજનના અગ્રેસર ભેગા થયા અને તે પણ રાજા આગળ આવી કહેવા લાગ્યા “રાજ ! પુત્રી જેવી પુત્રીને આમ તે વગર વિચારે ગરદન ન મરાય. દેષ તેના કર્મને છે. એમાં એ બિચારી શું કરે ?”
રાજાને તે કન્યા કરતાં તેની આબરૂ દેશ પરદેશ બેટી ફેલાય તેને ભય હતું. તેથી તે કન્યાનું મેંઢું જોવા માગતે નહતું કે તેને સાંભળવા પણ માગતું નહતું તેથી તેણે કેઈનું ન સાંભર્યું અને મારાઓને કહ્યું “મારી આજ્ઞાને તુર્ત અમલ કરે. પ્રેમલાને ગરદન મારે.
ચંડાળે પ્રેમલાને મશાને લઈ ગયા. અને બેલ્યા “રાજપુત્રી ! ઈષ્ટદેવને સંભાળ, અમારી જાતને ધિક્કાર છે કે અમારે આવી કુલની કળી જેવી બાળાને હણવી પડે છે.”
પ્રેમલા ખડખડ ખુબ હસી અને બોલી. “ગભરાઓ નહિ. તમે તમારી ફરજ બજાવે બાપ જેવા બાપ અને માતા મને ન બચાવે પછી તમારો શું દોષ ? જીંદગીભર સુધી કઢીયાને દેખી બળું તેમાંથી બચાવનાર તમને મારા શત્રુ હું કેમ માનું ? તમે મારા ઉપકારી છે ! મને જલદી મારી નાંખે. મને દુખ કશું નથી પણ દુઃખ માત્ર એટલું છે કે રાજા મારે વધ કરવાનું ફરમાવે છે પણ મને પુછતા સરખા નથી કે પુત્રિ ! આ શું થયું.”
ચંડાળ અટકયા તેઓ રાજકુમારીને દૂર રાખી મંત્રીને મળ્યા અને કહ્યું કે “મંત્રિવર ! રાજબાળા નિર્દોષ લાગે છે. તે રાજાને ખુલાસો કરવા માગે છે.”
For Private And Personal Use Only