________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
કથાસાગર
બનાવ્યા છે. ગુણાવળી ઘડીક કૂકડાને છાતી સરસ ચાંપે છે અને ઘડીક નીસાસા નાંખી રડે છે.
દાસીએ બોલી “રાણિ! અકળાઓ નહિ. કુકડાને સજા માને તેની ઉપાસના કરે. રાજમાતા વીરમતીને બરાબર પ્રસન્ન રાખે. હમણાં તે ખીજાયાં છે પણ જ્યારે તે શાંત થાય ત્યારે તેમને જ પ્રસન્ન કરી રાજાનું કુકડાપણું છે . એ દિવસ નહિ વળે.”
રાણીએ કુકડા માટે સોનાનું પાંજરું કરાવ્યું. તેને પાણી પાવા સેનાનું કચેલું બનાવ્યું તેને જમાડયા પછી જ તે ખાતી. તેના પગ પખાળતી. વધુ શું ભક્ત દેરાસરને પૂજે તેમ ગુણવળી કુકડાને અને તેના પાંજરાને પૂજે જતી હતી.
એક વખત ગોચરીએ નીકળેલ કોઈ મુનિરાજ ગુણવલીને ત્યાં ધમ લાભ દઈ વહોરવા પધાર્યા. મુનિએ વહાર્યું પણ સોનાના પાંજરામાં રહેલ કુકડા પ્રત્યે રાણીની ખુબ મમતા દેખી તે બોલ્યા. “ભદ્રે ! તમે કુકડાને સેનાના પાંજરામાં રાખે છે. પણ તેને મન તો તે બંધન છે અને શ્રાવકે પક્ષિઓને પાળવાં તે એક કર્માદાન છે. અને તે શ્રાવકને ત્યાગ કરવા ચગ્ય છે.
મુનિનું વચન સાંભળતાં રાણની આંખમાં આંસુ આવ્યાં અને તેણે પોતાની બધી કથની કહી. મુનિ સાંભળી રહ્યા પણ જતાં જતાં બધા “આશ્વાસન રાખે. ધર્મ કરણીમાં વધુ દઢ બને એટલે દુઃખ જે કર્મથી થાય છે. તે કર્મ વિખરાશે અને સુખ મળશે.”
For Private And Personal Use Only