________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૩૭
કે તેને પંખી થવું પડયું. બાઈ! હું વગોવાઈ જવું તેનાં કરતાં તે તમે મને મારી નાંખે. મારા ઉપર દયા લાવી તેમને અસલ રૂ૫ પમાડે કરી આવી ભૂલ કઈ દીવસ નહિ થાય.”
વીરમતી ક્રોધથી ધમધમતી બેલી “હવે તારૂં બોલવું બંધ કરે. જે વધુ બેલીશ તે આ કુકડાને પણ મારી નાંખીશ અને તને પણ કુકડી બનાવી દઈશ.”
- વીરમતી કડકડ કરતી પગથીઆ ઉતરી પિતાના આવાસે ચાલી નીકળી અને ગુણવળી પછાડ ખાઈ જમીન પર પડી.
(૨) કુકડાને મેળામાં લઈ એક દીવસે ગુણાવળી બોલે છે નાથ! આ બધા અનર્થ આપને પમાડનાર પાપી નારી હું છું. હું ભેળી કોતક જેવાને વશે ભેળવાણું અને આપને મેં દુ:ખમાં નાંખ્યા. એકવાર કુકડે કૂકરે કુક કરી બોલી આપને જગાડતે ત્યારે મને તમારે વિયોગ થશે તેમ માની હું કુકડાના અવાજને અકારે ગણતી તેજ મેં આપને કુકડા બનાવ્યા. નાથ! જે થવાનું હતું એ થયું. હું અને તમે શું કરે. જીનેશ્વર ભગવંત કહે છે કે સૌને કરેલાં કર્મ ભેગવાનાં છે તેમ મારે તમારે અને સાસુને કઈ પૂર્વભવનાં એવાજ અણાનુબંધ હશે કે મારા નિમિત્તથી આપને દુઃખ પડવાનું. હું તમને જરાપણ અળગા મુકતી ન હતી અને આંખની કીકીની પેઠે જતન કરી ચાહતી હતી તે જ મેં આપને પંખી બનાવી દુ:ખમાં નાંખ્યા. નાથ ! મેં તમારાં રાજબેસણુને બદલે આપને ઉકરડા તરફના બેસણુ સન્મુખ
For Private And Personal Use Only