________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
(૩) રાણુએ કહેવા માંડયું “વૈતાઢયમાં વિશાળા નગરી છે. તેને રાજા મણિપ્રભાવિદ્યાધર છે. તેને ચંદ્રલેખા નામે સ્ત્રી છે આ રાજા રાણી નવા વિમાનમાં બેસી યાત્રા કરી પાછા ફરતા. હતા ત્યાં આભાનગરી આવી. વિમાન વરસાદ અને ઠંડા પવનથી આગળ ચાલ્યું નહિ અને અટકયું એટલે વિદ્યાધરીએ પુછયું ‘નાથ અકાળે અહિં વરસાદ કેમ છે?”
વિદ્યાધર બેલ “આ નગર ઉપર કઈ દેવ કોમ્યો છે તેથી આ બધું થયું છે બાકી આ નગરને રાજા બહુ પુણ્યશાળી છે. ?”
વિદ્યાધરી બોલી “તે તેને બચાવવાને કઈ માર્ગ ખરે કે નહિ?
“ઉપાય તે છે. પણ તે રાજાની વિમાતાના હાથમાં છે. તે, રાજાની રાણી અને તું ત્રણે જણ શાંતિનાથ ભગવાનની આગળ આખીરાત ગુણકીર્તન કરે તે દેવનું વિધ્ર ટળે.” વિદ્યાધરે ઉપાય બતાવ્યું.
• વિદ્યાધરીએ કહ્યું “આપણે તેની વિમાતાને જગાડીએ અને સમજાવીએ.” આ પછી વિદ્યાધરે વિમાતાને જગાડયાં અને બધું સમજાવ્યું. તેમણે મને બોલાવી. આથી હું વિમાતા અને વિદ્યાધરીએ આખીરાત ભગવાનનાં ગુણકીર્તન કર્યા. હું હમણુંજ અહિં આવી અને વિદ્યાધર વિદ્યાધરી પિતાના સ્થાને ગયાં. તમને ઉંઘતા મેં જગાડયા પણ તમે તે જાગતાજ નથી. “નાથ! મારી આંખ રાતી છે અને ઉંઘ નથી આવી તેનું ખરૂં કારણ જાણ્યું ને?”
For Private And Personal Use Only