________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ પતિ પત્નીને સંવાદ
ચાને
ચંદરાજા અને ગુણુવલી
ગુણાવલી ! જોયુને કૌતુક. ઘેર રહી હતી તે પ્રેમલા અને કનક્વજનાં લગ્ન જેવા મલત ખરાં?” માર્ગમાં વીરમતી બેલી.
ગુણાવળીએ કહ્યું “બાઈ ! તમારી શક્તિ અપાર છે. પણ તમે જે કનકદેવજ માને છે તે મારા માન્યામાં આવતું નથી. કહો કે ન કહો તે તે તમારા પુત્ર જ હતા.”
વીરમતી બેલી “ તું બહુ વરઘેલી છે. એટલે જ્યાં સારો રુપાળ પુરુષ દેખે છે એટલે તને ચંદ્ર જ લાગે છે. પણ અહિં સુધી તે આવે શી રીતે ? સરખી આકૃતિના ઘણા માણસે શું નથી હોતા ?
ચંદરાજા આ બધું સાંભળે છે અને વિચારે છે કે ગુણુવલો કેવી ભેળી સ્ત્રી હતી. વીરમતીના કુસંગને લઈ એ કયાં પહોંચશે તેની ખબર નથી.? ” એટલામાં આશાપુરી આવી. અને ઉપવનમાં વૃક્ષ સ્થિર થયું. સાસુ વહુ હેઠાં ઉતરી પાસેની વાવમાં હાથ પગ ધોવા ગયાં એટલે ચંદ્રરાજા કેઈ ને જાણે તે રીતે સીધે મહેલે જઈ રોજનાં કપડાં પહેરી ઘસઘસાટ ઉંઘવાને ડોળ કરી ઓઢી સૂતે.
For Private And Personal Use Only