________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર ભતરને મેં જે હેતે પણ મનભાવતો તે મેળવી આપે તેવામાં પ્રેમલાનું જમણું અંગ ફરકવા માંડયું. પ્રેમલા વિચારમાં પડી. અનિટ સૂચક જમણું અંગ કેમ ફરકે છે? થેડી વાર થઈ ત્યાં લગ્નની વિધિ પુરી થઈ અને વરકન્યા પાસા રમવા બેઠા. ચંદરાજાએ હાથમાં પાસા લીધા પણ તે પાસા ફેંકતાં ફેંકતાં એક સમસ્યા બેલ્યા.
आभापुरम्मि निवसइ विमलपुरे ससिहरो समुग्गमिओ अप्पत्थिअस्स पिम्मस्स विहिहत्थे हवइ निव्वाहो
આશાપુરીમાં વસનારે ચંદ્ર વિમલપુરીમાં આવી ઉગ્યે છે. તેને નહિ માગ્યે પ્રેમ મળે છે. પણ હવે તેને નિર્વાહ કેમ થાય છે તે તે વિધિના હાથમાં છે.”
પ્રેમલા ચતુર હતી પણ આને અર્થ કાંઈ ન સમજી. બીજી ત્રીજીવાર ચંદ્રરાજાએ પાસા ફેંકયા અને એજ લેક ફરી ફરી બોલ્યા. એટલે પ્રેમલા બેલી. वसिओ ससि आगासे, विमलपुरे उग्गमीओ जहासुखं जेणाभिभूओ जोगो, स करिस्सइ तस्स निव्वाहो
આકાશમાં વસનારે ચંદ્ર અત્યારે તો સુખપૂર્વક વિમલાપુરીમાં ઉગ્યો છે. જેણે વિમલાપુરીમાં એગ કરાવ્યું છે. તે તેને નિર્વાહ પણ કરશે. ચિંતા કરવાથી શું ?'
ચંદ્ર પ્રેમલાલચ્છીની આ સમસ્યાથી સમજ્યા કે પ્રેમલા મારી વાત બરાબર જાણતી નથી. તેથી પ્રેમલા સિવાય બીજુ કેઈ ન જાણે તે રીતે બેલ્યા. પૂરવદિશિ એક આભા નગરી, ચંદનૃપતિ તિહાં રાજ છે તન મંદિર રમવા જેવા, સારીપાસા તાજા.
૧૫
For Private And Personal Use Only