________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪.
કથાસાગર
જમાઈના લાગા ઠેર ઠેર મકરધ્વજ રાજાએ ચૂકવ્યા અને વરને માયરામાં બેસાડયો.
થોડીવારે પ્રેમલાને રેશમી કપડામાં લપેટી સામે બેસાડી. લેકે બેલ્યા “કનકધ્વજ અને પ્રેમલાના લગ્ન નથી પણ સાક્ષાત્ કામદેવ અને રતિ પરણે છે.” સૌની નજર આ બન્ને ઉપર હતી ત્યાં ગુણુવલી વીરમતી સાસુને કહેવા લાગી
બાઈ વર બીજે નહી એ મુજ પ્રીતમ કેક થઈ ખરી એ પ્રેમલા સાચી સુંદર શોકય,
સાસુજી! આ સામે જે વરને જોઈએ છીએ તે કઈ બીજે વર નથી પણ મારા નાથ! વર બની પરણે છે. આ લગ્નથી પ્રેમલા મારી સાચેસાચ શકય બની છે.”
વીરમતી બેલી “ગાંડી! કચપચ ન કર. લગ્ન જેવા દે. તને તે બધે ચંદ્ર ચંદ્રજ લાગે છે. ચંદ્ર તે આભાપુરીમાં ગારુડી મંત્રથી નાગ બંધાઈ રહે તેમ મારા મંત્રથી બંધાઈ ઉંધે છે. આ તે કનકધ્વજ રાજકુમાર છે. મેં તને નહેતું કહ્યું કે ચંદ્ર ચંદ્ર શું કરે છે, ચંદ્ર કરતાં સવાયા રૂપવાળા કે માણસે છે. તને આ પ્રત્યક્ષ થયું કે નહિ કનકધ્વજ ચંદ્રકુમારથી ચડે તેમ છે કે નહિ ?
ગુણવળીને સાસુના વચન ઉપર જરાપણ શ્રદ્ધા ન આવી પણ તેની આગળ વધુ દલીલ થાય તેમ નહતું તેથી તે મૌન રહી.
રાજા મકરધ્વજને આનંદનો પાર ન હતો. તે માનતા હતો કે જેવી મારી પુત્રી હતી તેથી મને વર સવા મળ્યો. પ્રેમલા પણ ઘુંઘટમાંથી ઝીણી આંખે વરને જોઈ મલકાતી. વિધાતાને આભાર માનતી હતી કે “દેવ! તું ખરેજ અનુકુળ છે.
For Private And Personal Use Only