________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૨૩
ચંદ્ર બે “તમે મને મુશ્કેલીમાં મુક્યું છે. ભાડે લગ્ન કરૂં તેમાં કાંઈ ક્ષત્રિયવટ છેડી છે અને માણસાઈ પણ થોડીજ છે. તમે તે આજસુધી ખોટેખોટું ચલાવ્યું હવે તેમાં મને ભેળવે છે મારાથી એ કેમ બને ?”
સિંહલરાજ અને મંત્રીની અનેક વિનવણી પછી ચંદ્ર રાજાએ મનમાં સંક૯૫ વિકલ્પ કરી “સારૂં હું પરણીશ.” એમ કહ્યું એટલે વરડાની તૈયારી થઈ ચંદ્રરાજા વડે ચડ્યા. સિંહલરાજા હિંસક મંત્રી વિગેરે સાજન બન્યું.
(૪) રાત્રિને સમય હતે. છતાં પણ વિમળાપુરીમાં દીવસ જેવાં અજવાળાં હતાં. ઠેર ઠેર દીવાઓ ઝગમગતા હતા. અને નગરના તમામ લોકે સિંહલદેશના રાજકુમાર કનકધ્વજને વરઘેડ જેવા એકઠા થયા હતા. આ જોનારામાં વીરમતી અને ગુણવળી પણ હતાં. તે વિમળાપુરીમાં આવ્યા પછી થોડું ફર્યા અને એક જગ્યાએ ઉભા રહી વરઘેડે જેવા લાગ્યાં.
ચંદરાજાને જોઈ વિમળાપુરી નગરીનાં લેકે બોલતા શું પ્રેમલા બરછીનું ભાગ્ય! દેવને પણ લજાવે એ તેને શું સુંદર વર મળે છે? સાજનમાં આવેલા સિંહલપુરના લેક બેલતા કનકધ્વજ નજર લાગે તે છે માટે ભૈયરામાં રાખે છે તે વાત આજે તેને જોઈએ છે ત્યારે ખરેખર સાચી લાગે છે.’ ઢોલ સરણાઈ વજિત્રે વાગતાં હતાં. સાજનમાં સિંહલરાજા અને હિંસક મંત્રી વિગેરે મલકાતા હતા. સ્ત્રીઓ વેવાઈનું ઘર નજીક આવતાં ડબલ જેસથી ગાણું ગાવા લાગી. કનકધ્વજને-ચંદ્રને વરઘોડે તે રણે આવ્યું.
For Private And Personal Use Only