________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૧૭
રાજાએ રાણીની આ ચિંતા મને કહી. મેં રાજાને ગોત્રદેવીને આરાધવાનું કહ્યું. રાજાએ સારે દીવસ જેઈ અઠ્ઠમ તપ કર્યો. અને ગેત્રદેવીને આરાધી. ગોત્રદેવી પ્રસન્ન થયાં અને કહ્યું “રાજન ! શાથી મને સંભાળી?”
રાજા બે “દેવી ! મારે કાંઈ કમીના નથી પણ એક પુત્રની ખોટ છે. પુત્ર વિના મારું રાજ્ય પરહસ્તક જશે. તમે મારાં કુળદેવી નહિ રહો. બીજે રાજા કેણ જાણે કેવાય આવશે ?
દેવી બેલી “રાજન તથાસ્તુ! પુત્ર થશે પણ કોઢીએ.”
“હું શું બોલ્યાં ? દેવી પ્રસન્ન થયાં અને કઢીઆ પુત્રનું વરદાન ” રાજાએ વિનવતાં કહ્યું.
“રાજા! દેવ કે દેવી ભાગ્ય પ્રમાણે આપે છે. તારા નસીબમાં તેથી વધુ નથી.”
રાજાએ વિચાર્યું “ ન દીકરા કરતાં કેઢીએ દીકરે શું છે ? કાલે સારો થશે અને દેવી જ તેને સારે કરશે.” રાજા વધુ બોલે ત્યાં તે કુળદેવી અદશ્ય થયાં.
બીજે દીવસે રાજાએ મને બોલાવ્યો અને કુળદેવીના વરદાનની વાત કરી. મેં કહ્યું “જન સૌ સારાં વાનાં થશે.”
સમય થયે ત્યાં રાણી ગર્ભવતી થઈ અને તેણે પુરે દીવસે પુત્રને જન્મ આપે. રાજાએ છૂટે હાથે દાન આપ્યું. ઘેર ઘેર આનંદ વર્યો. રાજાએ આ પુત્રનું નામ કનકધ્વજ પાડયું.
થોડાજ દિવસમાં રાજાને ખસર પડી કે પુત્ર તે જજો પણ દેવીના વરદાન મુજબ કેઢીઓ છે. રાજાએ તેને
For Private And Personal Use Only