________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
કથાસાગર
ધ્વજ સાથે. કનકધ્વજ દેખાય છે તે રૂપાળે અને તમે તેને કેમ વરઘોડે ચડાવતા નથી ?'
હિંસકે ખૂંખારો ખાધો અને કહ્યું “રાજન ! હું તમને અમારી આદિથી અંત સુધી વાત કહું એટલે આપને અમારે અને કનકવજને બધે ખ્યાલ આવશે.”
| સિંધુદેશમાં સિંહલપુરી નામે નગરી છે. આ નગરીમાં કનકથાજા છે તેને કનકાવતી નામે રાણી છે. આ બેઠા તે સિંહલરાજ કનકરથ છે. અને આ રાણું તે કનકાવતી છે. હું તેમને મંત્રી હિંસક છું. રાજ્યનું બધું કામ હું સં. ભાળું છું અને રાજાને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આ રાજાને એક વિશ્વાસુ કપિલા નામે ધાવ છે તે પણ અહિંજ રાણુ પાસે બેઠી છે.
ચંદ્રરાજા ! રાજા રાણીએ ખુબ આનંદથી સંસાર કાઢયે પણ તેને પુત્ર ન થયું. રાણું એક વખત પ્રજાની સ્ત્રીઓને પિતાનાં બાળકે લડાવતાં દેખી ખેદ પામી અને રાજાને કહેવા લાગી “નાથ ! જાણું તે છે સુખ ઘણાં, પણ તૃણુ સમ જાણું અનુપમ એક અંગજ વિના, જીવિત અપ્રમાણું સુતની ચિંતા સાહિબા, મુજ મનડે ખટકે, મારે આમ તે સુખની કાંઈ કમીના નથી પણ પુત્ર વિના બધાં સુખ અને નકામા લાગે છે. હું ખાઉં છું, પીઉં છું, પહેરું છું, હું છું પણ બધું મને નીરસ લાગે છે. મને તે ગરીબ નાર પણ પુત્રને તેડી આનંદ કરતી હોય તે મારા કરતાં વધુ સુખી લાગે છે.
For Private And Personal Use Only