________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
કથાસાગર
ચંદ્રમાને ઝંખે તેમ ઘણુ વખતથી ઉંચે ડેકે જોઈએ છીએ. અમારું ભાગ્ય હજુ જાગતું છે કે આપને અમને મેળાપ થયે.” સિંહલરાજે પિતાના આસન ઉપર ચંદ્રરાજાને બેસાડયા અને પિતે સામેના આસન ઉપર બેઠે.
ચંદ્રરાજા બે “રાજન્ હું ચંદ્રરાજા નથી. હું તે પરદેશી માણસ છું. મારું નામ ચંદ્ર સાચું પણ હું એક સામાન્ય ક્ષત્રિય પુત્ર છું. મેં તમને કઈ વાર જોયા નથી. મારે અને તમારે કઈ ઓળખાણ નથી. તમે કોઈને બદલે કેઈને ભૂલ્યા ભટકયા લાગે છે. દુનીયામાં એક સરખી આકૃતિ અને રંગથી એક ન મનાય. ઉજળું કપૂર પણ છે અને મીઠું પણ છે. પણ બન્નેના ગુણ જુદા. તેમાં તમે જે ચંદ્રને શેધે છે. તે ચંદ્ર ભાગ્યશાળી બીજે હશે. તે હું નથી.
સિંહલરાજ બોલ્યા “સજજન! તમે તમારી જાતને ગેપ નહિ. સામાન્ય અને ઉત્તમ માણસ પરખાયા વિના રહેતા નથી. હવે જાત છુપાવવાનું રહેવા દો. કબુલ કરે કે હું ચંદ્ર છું. એટલે અમે આપને જે માટે ઝંખીએ છીએ તે અમારું કાર્ય કહીએ. એટલામાં સિંહલરાજને મંત્રો હિંસક આભે. કુમાર કનકધ્વજ, રાણી કનકાવતી અને વિશ્વાસુ ધાવમાતા કપિલા આ બધાં જાણે સંકેત કર્યો હોય એમ એક પછી એક આવી પહોંચ્યાં.
આવતાં વેંત બધાં ચંદ્રરાજાને હર્ષિત હૃદયે નમ્યાં. અને પિતાપિતાને યેગ્ય આસને બેઠાં.
હિંસકમંત્રી બોલ્યા “ચંદ્રરાજા! અમે તમને અંધારે ચંદ્રરાજા કહી કુટતા નથી. અમે દેવીના વચનથી ચંદ્ર તરીકે
For Private And Personal Use Only