________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચલરાજાનું ચરિત્ર
જાગવામાં માત્ર વીરમતી, ગુણાવળી અને ચંદ્રકુમાર ત્રણજ જણ જે વીરમતીના ઓરડામાં હતા તે રહ્યાં.
વીરમતી બેલી “ગુણવળી ! હવે આપણે તુરતજ ચંદન વાડીમાં જે પહેલે આંબે છે તે આંબા ઉપર ચઢી વિમળા પુરી જઈએ. આંખ મીંચીને ઉઘાડે તેટલામાં વિમળાપુરી આવશે. તું મારી કરામત તે જેજે.
ચંદ્રકુમાર અંધારામાં છૂપી રીતે નાઠે અને ચંદન વાડીના તેજ આંબાની બખોલમાં ભરાયે.
ડીજ વારે સાસુ અને વહુ બને ચંદનવાડીમાં આવ્યાં અને જે આંબામાં ચંદ્રકુમાર સંતાયે હતા તેજ આંબા ઉપર ચઢયાં. વીરમતી આંબા ઉપર કંબાને પ્રહાર કરી બેલી “અમને વિમળાપુરી લઈ જા.” આકાશમાં વિમાન ઉડે તેમ આંબે ઉડ.
વીરમતી બેલી, “ગુણવળી! જે આ ગંગા, જે આ અષ્ટાપદ, જે આ સંખ્તશિખર, આ વૈભાર, આ અબુદાચળ આ સિદ્ધાચળ, આ ગિરનાર, આ બધાં તીર્થો ગયાં. જે હવે આપણે વિમળાપુરી પાસે આવી પહોંચ્યા છીએ. ત્યાં તુરતજ વૃક્ષ નીચે ઉતર્યું અને નંદનવન સરખા એક વનમાં સ્થિર થયું.
સાસુ વહૂ આંબા ઉપરથી હેઠાં ઉતર્યા અને આનંદમાં મશગુલ બની વિમળાપુરી નગર તરફ ચાલ્યાં, થોડે દૂર ગયાં એટલે ચંદ્રકુમાર પણ બખેલમાંથી બહાર નીકળ્યો અને તે પણ ગામ તરફ તેમની પાછળ ચાલે.
For Private And Personal Use Only