________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૦
કથાસાગર
રાજા પણ તુર્ત તરવાર સંતાડી તેની પાછળ ચાલે અને વીરમતીના આવાસના બારણામાં સંતાઈ ગયે.
વીરમતીએ ગુણાવળીને સત્કારતાં કહ્યું “આવ. ડાહી વહ! હમણાંજ આપણે જઈએ છીએ પણ જો તું પાસેના બગીચામાંથી કરણ પરથી એક કરણની સોટી લઈ આવ. આ સેટી હું તને મંત્રીને આપું એટલે તું શય્યામાં ચંદ્રકુમાર સુતે છે તેની આસપાસ ફેરવી ત્રણ વાર ઠમકારજે એટલે જ્યાં સુધી આપણે ન આવીએ ત્યાં સુધી તે જાગશે નહિ.”
ગુણાવળી હવે વીરમતીની શ્રદ્ધાળુ શિષ્યા બની ગઈ હતી. તેની કરામતને મનથી પ્રશંસતી બગીચામાં ગઈ અને તુર્ત કરેણની સોટી લાવી તેને આપી. વીરમતીએ કરેણની સેટી મંત્રી ગુણાવળીને આપી. ગુણવળી તે લઈ ઘેર આવી. તે પહેલાં તે ચંદ્રકુમારે લુગડાની પુરુષ આકૃતિ બનાવી પથારીમાં પિઢાડી અને તેના ઉપર રજાઈ ઓઢાડી દીધી. ગુણવળીને કૌતકની બહુ હોંશ હતી તેથી તેણે શય્યામાં પહેલ કેણુ છે તે જોવાની તસ્દી ન લીધી અને કરેણની સોટી શષ્યા આસપાસ ફેરવી ત્રણવાર ઠમઠેરી. આનંદ પામતી વીરમતી પાસે આવી. ચંદ્રકુમાર પણ પાછળ પાછળ લપાતો. વીરમતીના આવાસે આવ્યા. અને બારણા પાછળ ભરાયે.
વીરમતી બેલી “કેમ વહ? બરાબર ચંદ્રકુમાર ઉઘે છે ને? આપણે જઈને આવીએ નહિ ત્યાં સુધી તે જાગશેજ નહિ.”
પણ આ નગરના લેકે આપણને જતાં જેશે તેનું શું ?”
“તે પણ હમણાં બધાં સુઈ જશે અને બાર મણુની નોબત વાગે તે પણ કેઈ ન જાગે તેમ કરૂં છું? - વીરમતીની કરામતથી થેડીવારે એક ગધેડું ભુકયું અને ટપોટપ આખું ગામ ઉંઘી ગયું.
For Private And Personal Use Only