________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
કથાસાગર
ઇચ્છા હોય તે મારી પાસે આકાશગામિની વિદ્યા છે. તને દુનિયાનાં જુદાં જુદાં તીર્થ બતાવું અને દુનિયાના આશ્રયે પણ બતાવું.'
ગુણુવળી ખેલી. ‘ સાસુજી ! આ બધુ જોવાની ઈચ્છા તા ઘણીય થાય પણ પતિની રજા સિવાય મારાથી થાડુ જ ખહાર નીકળાય છે અને તે એમ રજા પણ કેમ આપે ? વીરમતી મેલી ‘ભાળી ! તું ગભરા નહિ. હું એવુ કરૂ કે ચંદ્રની રજાજ તારે ન લેવી પડે. આપણે જ્યાં જવું હાય ત્યાં જઈ આવીએ ત્યાં સુધી ચદ્રકુમાર ઘસઘસાટ ઉ ંઘે. આવીએ ત્યારેજ જાગે. પછી થાડીજ તારે કાંઈ પંચાત છે?'
:
ગુણાવળી ખેલી ‘ તેવું થતુ હોય તે કાંઇ વાંધા નહિ સાસુજી હું તૈયાર છું. તમે કહે ત્યારે આપણે ફરવા જઇએ.” ગુણાવળી ભાળી હતી ચદ્રકુમાર ઉપર પુરી પ્રીતિવાળી હતી તેનામાં કેઇ દુર્ગુણુ ન હતા છતાં વીરમતીની સેાખતથી તેને ચદ્રકુમારને ઉંઘતા મુકી કૌતુક જોવાની ભાવના થઈ.
વીરમતીને હવે ખાત્રી થઇ હતીકે ગુણાવલી કૌતુક જોવા પુરી તૈયાર થઈ ગઈ છે એટલે તેણે તેને કહ્યુ` · ગુણાવલી ! આજે આપણે વિમળાપુરી જઇશું. એ નગરી અહિંથી ૧૮૦૦ યેાજન દૂર છે. તેના રાજા મકરધ્વજ છે. આ રાજાને પ્રેમના અવતાર સરખી પ્રેમલા લચ્છી નામની પુત્રી છે. આ પુત્રીનાં લગ્ન સિંહલપુરના રાજા સિ'હરથના પુત્ર નજ સાથે થવાનાં છે. આ જોડી કેવી જોવા જેવી છે તે તે ત્યાં જઈએ અને જોઇએ ત્યારેજ તું સમજે. એ આજે તને રાતે બતાવું.’ ગુણાવળીએ કહ્યું ‘ બહુ સારૂં પણ આપણે જઇએ
For Private And Personal Use Only