________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર તે તું બિચારી પાંજરામાં પુરાયેલા પિપટ જેવી છે. મને તો ઘણીવાર લાગે છે કે આ બિચારી ગુણવલીને સુખ શું?”
ગુણાવળી બેલી. “સાસુજી આમ કેમ બેલે છે? આપ જેવાં મારે સાસુ છે. તમારા પુત્ર જેવા ગુણીયલ મારે પતિ છે. આથી હું તે મારા મનમાં ખુબ સુખી માનું છું મને તે જરાયે દુઃખ નથી.”
વીરમતી બેલી. “સુખમાં તું બિચારી શું સમજે ? થડાજ દેશ પરદેશ તેં જોયાં છે? દુનિયા કેવડી મોટી છે તેની તને ડીજ ખબર છે? કુવામાં રહેલા દેડકે કુવાને જ દુનિયા માને તેમ તારે મન સાસરું અને પિયર બેજ દુનિયા છે. મારી ઈચ્છા તને દેશ પરદેશ બધું બતાવવાની છે ! તારા કરતાં તે પંખીઓ સારાં કે ઠેર ઠેર ફરી શકે અને બધું જોઈ શકે.”
“સાસુજી! ઠેર ઠેર ફરવું એ તે કુળવાન સ્ત્રીને ક્યાંથી બને? હું ફરું તે પણ તમારા પુત્ર સાથેજ. થોડું જ મારાથી એકલું રખડાય છે? મારાથી મહેલ બહાર પગ ન મુકાય તે કયાંથી દેશ પરદેશ ફરાય અને બધું જોવાય? સ્વતંત્ર તે પંખી પુરૂષ અને પવન ત્રણ છે કે તે ચાહે ત્યાં ફરી શકે. મારે તે પતિની પરાધીનતામાંજ સુખ માનવાનું.” ગુણાવળીએ કહ્યું.
વીરમતી બેલી. “ગુણવળી તું સ્ત્રીશક્તિને જાણતી નથી. સ્ત્રીતે ધારે તે કરી શકે. સ્ત્રી પ્રસન્ન થાય તે કલ્પવેલડી અને વિફરે તે વિષલતા. સ્ત્રી એવી ચકેર હોય છે કે હેજમાં બધું સમજે છે. પુરૂષને તો સમજતાં વાર લાગે છે. જે તારી
For Private And Personal Use Only