________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
કથાસાગર ચંદ્રકુમારનું આ વચન સાંભળી વીરમતી રાજી થઈ. ચંદ્રકુમારને તે આલિંગન કરી આવાસે આવી.
ચંદ્રરાજાની આણ આખા રાજ્યમાં પ્રવતી તેની રાજસભાની કીર્તિ ચારે બાજુ પ્રસરી. તેની રાજસભામાં ઘણું પંડિતો બેસતા અને ઋતુ તથા ધર્મની પણ અનેક ચર્ચા કરતા.
બપોરને સમય હતો. ગુણાવળી ભેજન કરી ગેખે બેઠી હતી. એક દાસી તેને પવન નાંખે છે. બીજી વિકેદની વાત કરે છે. ત્રીજી પગ દબાવે છે, ત્યાં દૂરથી આવતી વીરમતીને દેખી ગુણાવળી ઉભી થઈ. પાસે આવતાં તે તેને પગે પડી બેલી. “સાસુજી પધારે. મારું આંગણું આજે પાવન થયું. મારે ઘેર કહ૫ વેલડી ફળી. કહે શું આપને હુકમ છે ?”
વીરમતી બોલી “પુત્રિ ! કાંઈ હુકમ નથી. હું તારી ખબર કાઢવા આવી હતી. તારું નામ ગુણાવળી છે તેવીજ ખરેખર તું ગુણની આવી છે. તારા વિનયે મને તારી ઓશીંગણ બનાવી દીધી છે. જે ચંદ્રકુમાર વિનીત છે તેવીજ તું છે. તું અને ચંદ્ર અને મારે ડાબી જમણી આંખ જેવા છે. પુત્રિ! કઈ વાતે મુંઝાઈશ નહિ. જે તું આવી વિનીત રહીશ તે જતે દિવસે મારી પાસે જે વિદ્યાઓ વિગેરે છે એ બધું તને જ આપીશ.”
ગુણવાળી ખુખ હર્ષ પામી. અને સાસુના પગ જેસથી દાબવા લાગી. એટલે વીરમતી ફરી બેલી. “ગુણાવલી ! તને લાગે છે કે મારે ચંદ્રકુમાર જે પતિ છે. આભાનગરીનું રાજ્ય છે એટલે હું બધી રીતે સુખી છું પણ મારી દષ્ટિએ,
For Private And Personal Use Only