________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
સ્થાસાગર
કાલે યમ રાજા પરાણે છેડાવશે. શા માટે મારે સ્વયં રાજ્ય અને વૈભવને ત્યાગ ન કરે? રાજા પ્રગટ બે દેવિ ! સંયમ લઈશ. સંયમ યોગ્ય મારી વય છે. એમ આ પલિ સૂચવે છે.
વીરમતી અને ચંદ્રાવતીએ રાજાને ઘણું સમજાવ્યું પણ તે ન માન્યું. એટલે ચંદ્રાવતી પણ વીરસેન રાજા સાથે દીક્ષા લેવા તૈયાર થઈ. રાજાએ દીક્ષા લેતા પહેલાં ચંદ્રકુમારને રાજ્યસન ઉપર બેસાડ અને ચંદ્રને શિખામણ આપતાં કહ્યું “પુત્ર ! વીરમતીને તારી માતા માનજે, તેનું કહ્યું કરજે અને પ્રજાને વત્સલ બની ન્યાયથી રાજ્ય પાળજે.” વીરમતીને કહ્યું “દેવિ તમે અનુભવી છે ડાહ્યાં છે, પુત્રને સાચવજે અને આપણા કુળની કીતિને વધારજો.”
રાજા વીરસેન અને ચંદ્રાવળીએ સંયમ લીધુ શુદ્ધ રીતે પાળ્યું અને મુનિસુવ્રતસ્વામિને વારે કેવળજ્ઞાન પામી સિદ્ધિ ગતિને મેળવી.
આમ વીરમતી આભાનગરીની રાજરાણું મટી રાજ માના થઈ. ચંદ્રાવતી અને વીરમતીનાં શકયપણું સદા માટે દૂર થયાં છતાં વીરમતી તે સંસારના ગડમથલના શેકપણમાં રહી. જ્યારે ચંદ્રાવતી સંસાર શેકને તજી મેક્ષના અક્ષય સુખને વરી. અને તેના ગુણની પરાગ હંમેશાં માટે આભાપુરીમાં અને જગત આગળ મુકતી ગઈ.
For Private And Personal Use Only