________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
કથાસાગર
બધી અપ્સરાઓ મંદિરના દરવાજે આવી અને બેલી “પુરુષ કે સ્ત્રી જે હોય તે અમારાં વસ્ત્ર આપે. અમારે મેડું થાય છે. અમારૂં જે કામ હોય તે કહે અમે કરશું હેરાન ન કરે.
વીરમતી આ સાંભળી સમજી કે હવે અસરાઓને ક્રોધ કરાવવાની જરૂર નથી. તેણે તુર્ત દરવાજો ઉઘાડ અને દેવીઓને વસ્ત્ર સેંપી પગે લાગી બેલી “દેવીઓ! મારે અવિનય ક્ષમા કરજે. હું વીરસેન રાજાની વીરમતી રાણી છું. મારે પુત્ર નથી. પુત્ર વિના હું ગુરૂં છું. મને એક લબ્ધિવંત પિપટે કહ્યું તેથી હું અહિં પુત્રવરદાન માટે તમારી પાસે આવી છું. અને તેથી જ મેં તમારાં વસ્ત્ર લીધાં છે. મને પુત્ર થાય તેવું વરદાન આપે.”
મૂખ્ય દેવી અવધિજ્ઞાનથી જોઈ બેલી “વીરમતી! બધું સાચું પણ તારા ભાગ્યમાં પુત્ર નથી. જેના ભાગ્યમાં જે નથી તેને દેવ પણ કાંઈ આપી શકતા નથી. શું કામ તું બેટી દુ:ખી થાય છે? શકયના પુત્ર ચંદ્રકુમારને તું તારેજ પુત્ર માનને? તે ભાગ્યશાળી કુમાર છે. વિનયી છે. તેને તારે શા માટે નથી માનતી? વીરમતી ! આમ છતાં અમારે મેળાપ નિષ્ફળ ન થાય તે માટે તારે જોઈએ તે હું તને આકાશગામિની, સર્વબળ હરણું, વિવિધ કાર્યકરણ અને જળતરણું વિગેરે વિદ્યાઓ આપું”
વીરમતી એકદમ નિરાશ થઈ બેલી. “દેવીઓ મને પુત્ર નહિ જ થાય. ચંદ્રકુમાર ગમે તે સારે પણ માને છે. મારે તે મારો પ્રસવેલો જોઈએ, માનેલે નહિ.
For Private And Personal Use Only