________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
કથાસાગર
વીરમતી ચંદ્રકુમાર ઉપર બહારથી ખુબ હાવભાવ રાખતી તેને લડાવતી અને આંખની કીકીપેઠે જાળવવાને દેખાવ કરતી પણ અંદરથી તેને ચંદ્રાવતી કે ચંદ્રકુમાર બેમાંથી એકે ગમતા ન હતા. તે અને તેને આંખના કણની માફક ખૂંચતા હતા. તેનું ચાલે તે તે બંનેનું કાસળ કાઢવા તૈયાર હતી. પણ ચંદ્રાવતી અને ચંદ્રકુમારનું પુણ્ય તપતું હેવાથી વીરમતીનું કાંઈ ચાલ્યું નહિં.
વસંત તુ હતી. આભાપુરીની સઘળા પ્રજાજને ઉદ્યાનમાં પિતપતાને અનુરૂપ મે જ માણતા હતા.
નગરના બધા લેકે આનંદમાં મશગુલ હતાં પણ વસંત તુમાં બધી વનરાજી ખીલે અને જવા સુકાય તેમ એકજ વીરમતીના મૂખ ઉપર આનંદ ન હતો. જો કે તેને કઈ બોલાવતું ત્યારે તે હસીને બોલતી છતાં તેના અંતરમાં રહેલે વિષાદ તેના મૂખ ઉપરથી કળાયા વિના રહેતો નહિ.
વીરમતી આધેડ વયની હતી. તે હજુ પુત્ર લાયક હતી પણ તેના હૃદયમાંથી પુત્રની સંભાવના ઓછી થતી જતી હતી. આ અપુત્રીયાનુ દુઃખ હંમેશાં તેને સાલતું હતું છતાં આજે તે દુઃખ ઉદ્યાનમાં કઈ સ્ત્રીઓને પોતાના બાળકોને લડાવતાં, હસાડતાં અને બાળકના હસવાથી ગાંડાં ઘેલાં થતાં લેકને જોઈ તાજું થયું. તે બેલી.. અંગજ લેઈ ઉત્સંગમાંરે, ન રમાડો જણે નારરે તે કાં સરછ સંસારમાં, ધિક્ ધિક્ તસ અવતાર
મેં પૂર્વભવે એવાં શાં મહાપાપ કરેલાં કે જેથી મને આ
For Private And Personal Use Only