________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
કથાસાગર
કીર્તિદેવી મૌન રહ્યાં અને આશાદેવી બેલ્યાં. “રાજની આ બધા બોલી રહ્યાં. હું ચૂપ એટલા માટેજ હતી કે વિક્રમે મને જ નમસ્કાર કર્યો છે. કેમકે આશાના દેર ઉપરજ આખી દુનીયા ટકી રહી છે.
આ જગતના લેકે અનેક આશ્ચર્ય કરનાર ધન, પવિત્ર વિદ્યા, સુંદર ભેજન, વિનીત પરિજન, ઉત્તમ રાજ્ય, વિવિધ વિલાસનાં સુખે કે ઠેર ઠેર નામની કીતિથી સુખ નથી પામતા પણ આશાના હિંચકામાંજ તે સુખ પામતા હોય છે.
- ઘરડો માણસ ત્રીસ વર્ષના છેકરાને સ્મશાને પહોંચાડયા પછી પણ નવા ફ્રાની આશામાં રમતા હોય છે રોગગ્રસ્ત દદી ચારે બાજુ દુઃખથી ઘેરાયા છતાં પણ વૈદ્યને
ઓષધની ઉપરજ જીવન ટકાવતા હોય છે લાખ ખોયા પછી અને લાખોના દેવાદાર થયા હોવા છતાં લાખો ફરી મેળવવાની આશામાં માણસ ઉદ્યમ કરતો હોય છે. આમ જગના બધા જ જુદી જુદી અશાના તંતુ ઉપરજ જીવતા
ય છે. લક્ષ્મી, વિદ્યા અને કીર્તિ એ બધામાં પણ આશાજ કામ કરતી હોય છે. જે દીવસે આશા ખલાસ તે દીવસે માણસનું જીવન ખલાસ અને દુનીયાની બધી પ્રવૃતિને અંત. | વિક્રમ બોલ્યા “આશાદેવિ! આપજ જગનિયંતા છે અને આપને જ મારા નમસ્કાર હતા.”
ત્રણે દેવીએ પણ સમજી કે વિક્રમ કહે છે તે ખરેખરું સત્ય છે. દુનીયા આખાનું ચક્ર આશાના તંતુ ઉપરજ ચાલ્યા કરે છે.
(કથા રત્નાકર)
For Private And Personal Use Only