________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
કથાસાગર
લઈને જ તેણે સારા સારા પંડિતે એકઠા કર્યા છે. રાજા ! હું સરસ્વતી છું. મારે વાસ જેના હૃદયમાં ન હોય તે માણસ કહેવાતો નથી પણ પશુ કહેવાય છે. રાજા વિગેરે તે પોતાના દેશમાં પૂજાય છે. પણ મને અનુસરનારા દેશ વિદેશ બધે પૂજાય છે તે તારાથી થોડુંજ અજાણ્યું છે? મારો ભક્ત ખાવાનું મળે કે ન મળે તે પણ હંમેશાં ભરેલા પેટવાળે રહે છે, તેને જંગલ શહેર કે ઉદ્યાન બધે એક સરખે આનંદ મળે છે, તે દુનીયા ભરના–જગતુ ભરના સુખને સમજી શકે છે અને સદા મસ્ત રહે છે. રાજા ! હું તે માનું છું કે તે મને જ પ્રણામ કર્યો છે.
વિક્રમ બે “દેવિ ! આપ કહે છે તે બધું સાચું છે. પણ આપને બહુ ભરેસે શખવા જેવું નથી. કેમકે તમારી પુરી સંભાળ રાખીયે તેજ તમે રહે. જરા વિસારે પાડીએ તે તમે રીસાઈ ચાલ્યા જાઓ છે. માટે જ મોટા મોટા ભણેલા પંડિતેને તમારી આવૃત્તિ જ કરવી પડે. બીજું આપને વાસ થાય ત્યારે ચિંતવનમાં ને ચિંતવનમાં ઉંઘ હરામ થાય છે. સુખ મળે જ નહિ. દેવિ ! એ કે મૂર્ખ માણસ હોય કે આવું સમજ્યા પછી કેવળ તમારી ઈચ્છાથી તમને નમે ?”
સરસ્વતી દેવીએ તુર્ત એમના હાથમાં રહેલાં પુસ્તકો અને વીણા હેઠાં મુકયાં અને મૌન રહ્યાં.
ત્યાં તે કીર્તિદેવી આગળ આવ્યાં અને બોલ્યાં “રાજન ! મેં તે આ બધાને પહેલેથી જ કહી દીધું હતું કે વિક્રમને નથી ખપ કેવળ લક્ષ્મીને કે નથી કેવળ ખપ સરસ્વતીને તેતે કેવળ ઈચછા ધરાવે છે કીર્તિની. એથી એ મારે જ
For Private And Personal Use Only