________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર દેવીએ
૧૮e કહેશે કે તેનામાં કેવી સ્થિરતા છે. જે તે ચપળ હશે તે તેને કેઈ ચપળ નહિ કહે પણ ઉદ્યોગી કહેશે. તેને બોલતાં નહિ આવડતું હોય તે તેને મુંગે નહિ કહે પણ બહુ ઓછુ બોલનાર છે તેમ કહેશે. આ બધે કોને પ્રતાપ લક્ષ્મીને કે બીજા કેઈન ?'
“રાજા ! તું તે સારી રીતે જાણે જ છેને કે મોટા મોટા પંડિત તારી આગળ રોજ આવી મારી કૃપા માટે તેમનું ભણતર સફળ કરવા સ્તુતિઓ ભણે છે. મેટા પરાક્રમી
દ્ધાઓ પણ મારી ઝંખના કરતા રણમાં પ્રાણુ કુરબાન કરે છે. આખી દુનીયા મારી કૃપાદૃષ્ટિ મેળવવા હરહંમેશ તનતે પ્રયત્ન કરે છે. શું તારાથી બધું અજાણયું છે? રાજા ! હું તે માનું છું કે તે ઉભા થઈને મનેજ નમસ્કાર કર્યો છે. - રાજા સહેજ હસ્યા અને બે. “લક્ષ્મીદેવિ ! વાત તે સાચી છે કે તમારું સામર્થ્ય ઘણું છે. તમે સૂર્ણને ડાહ્યા તરીકે પૂજાવે છે. પણ ખરી રીતે જોતાં મેં તમને નમસ્કાર નથી કર્યો. કેમકે તમારા આગમન સાથે જ આવવા માંડે છે. મારે ત્યાં આપને વસવાટ જરૂર છે પણ કેવળ આપની ઈચ્છાથી જ હું કાંઈ પ્રયત્ન કરતું નથી, આપને ભક્ત મેટે ભાગે અવિવેકી, નિર્દય, અભિમાની, પાપી અને દુશીલ હોય છે.”
લક્ષ્મી રાજાને આ ઉત્તર સાંભળતાં એકદમ ઠંડાં પડયાં અને મૌન રહ્યાં એટલે સરસ્વતી સ્પષ્ટ અક્ષર ઉચ્ચાર કરતાં બોલી “રાજ! તે પહેલેથી જ કહેતી હતી કે માલવાને રાજા વિક્રમ કેવળ લક્ષમીને પૂજક નથી તે તે સરસ્વતીને જ હંમેશાં ભકત છે અને આ સરસ્વતીના ભક્તપણાને
For Private And Personal Use Only