________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
કથાસાગર
લીધું કે સુતેલી સ્ત્રી તે પોતાની પુત્રવધૂ દુર્શિલા હતી પણ સાથે સુતેલ પુરુષ તે પોતાને પુત્ર દેવદત્ત ન હતું. તે ધીમે પગલે ત્યાં આવ્યો અને ખબર ન પડે તે રીતે તેણે દુગિલાના પગમાંથી નુપૂર કાઢી લીધું.
ઝાંઝર લઈ તે પિતાની શય્યામાં આવ્યો અને દુગિલાના દુરાચારિપણને વિચાર કરતે સૂતે.
થોડીવારે દુગિલા જાગી અને ઝાંઝર પગમાં ન દેખતાં ચમકી તેણે વિચાર્યું કે “કાલે, મારું આવી બનશે. જરૂર મારો સસરો અહિં આવેલ અને તેણે આ કામ કરેલું. કેમકે બીજે છે કે આ ઉદ્યાનમાં નથી. સવાર થતાં તે મારા પતિને વાત કરશે અને મને વગોવી મારી આબરૂ ખરાબ કરશે.” તેણે તુર્તજ પેલા નાગરિકને જગાડે અને કાંઈક સમજાવી વિદાય કર્યો.'
દુગિલા ઘરમાં આવી અને પિતાના પતિ દેવદત્તને જગાડી કહેવા લાગી “નાથ! ચાલે આપણે ઉદ્યાનમાં જઈએ. અહિંતે મુદ્દલ ઉંઘ આવતી નથી.'
દેવદત્ત અને દુગિલા ઉદ્યાનમાં આવ્યા અને જે જગ્યાએ પહેલાં દુગિલા જાર સાથે સૂતી હતી તે જગ્યાએ સૂતાં. ક્રીડાબાદ થોડીવારે દેવદત્ત ઘસઘસાટ ઉંદ એટલે દુર્ગિલા તેને ઢઢળી જગાડી બોલી “નાથ ! આ તે કઈ રીત છે? પુત્ર અને પુત્રવધૂનું ગુહ્ય સસરા જાણવા ઈચ્છે અને જરાપણ શરમ રાખ્યા વિના મારા પગમાંથી નુપુર લઈ જાય
દેવદિનને પણ પત્નીની આ વાત સાંભળી ક્રોધ ચડ અને “સવારે વાત’ કહી સૂત.
For Private And Personal Use Only