________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવાળી ક્યારે?
યાને કુબેરચંદ્રની સ્થા
( ૧ ) કુબેરપુર નગરના કુબેરદત્તને પુત્ર કુબેરચંદ્ર નામે હતે. કુબેરચંદ્રને શાણી અને રૂપવાન કમળશ્રી નામની સ્ત્રી હતી. - કુબેરચંદ્ર પરણ્યા પછી થોડા જ દિવસે સાથે લઈ પરદેશ ગયા. ત્યાં તેણે ઘણે વ્યાપાર કર્યો અને તેમાં કમાયે પણ ઘણું.
શરદપૂનમની એક રાતે કુબેરચંદ્રને રાત્રિનાં અજવાળાં દેખી પિતાનું ઘર અને પિતાની સ્ત્રી કમળશ્રી યાદ આવી. તે વિચારે ચડયે “થોડાજ દીવસ બાદ દીવાળી આવશે આ દીવાળીએ બધા લેક ખાશે પશે આનંદ કરશે. નવાં કપડાં પહેરશે, ઘરેણાં પહેરશે અને આનંદથી મહાલશે, ત્યારે મારે તે દીવાળી કે ગમે તે તહેવાર હોય તો આ ગામથી પેલે ગામ રખડવાનું જ રહ્યું ? હું માનું કે હું આટલું કમાયે પણ તે કમાણને કરવાની શું? જે કમાણીને ઉપભેગ હું જાતે ન કરું કે મારી સ્ત્રી વિગેરે ન કરે તેને અર્થ? તે બિચારી દીવાળમાં પણ વનવગડાના ઠુંઠ જેવી એકલીજ ગુશેને? ગામની બધી સ્ત્રીઓ પોતાના પતિ સાથે આનંદથી રૂમઝુમ કરશે ત્યારે તેણે તે આ બધું દેખીને દાઝવાનુંજને?
For Private And Personal Use Only