________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસાર કથા
બળી મરી સત થયાનું તે સાંભળ્યું છે પણ જમાઈના વિગે મરવા નીકળેલા સસરાની વાત તે નવીજ છે.
શરણાઈઓ વાગવા માંડી. ઢેલને ધમ ધમ અવાજ થવા માંડ. જય જય ના અવાજે પોકારવા માંડયા. ધનપ્રવર શેઠ અને તેમની છ પુત્રીઓ કેસરીયાં કપડાં અને કરણની માળા પહેરી છેલ્લે છેલ્લે સૌને પ્રણામ કરી ચિતામાં પડવા તૈયારી કરતી હતી ત્યાં પુરપાટ ઘડાને દોડાવતે એક યુવાન આવ્યો અને બે “સબુર કરો. ગુણસુંદરી આવે છે. તેણે તેના પતિને શોધી કાઢી છે. શેઠ ! સાહસ ન કરે. બધા થંભી ગયા. અને જુવાન જે દિશા તરફથી આવ્યું હતું તે દિશા તરફ સૌની મીટ મંડાણી. થોડીવારે ધૂળના ગોટે ગોટ ઉડયા અને એક રથ નીકળ્યો. જોત જોતામાં રથ મશાન ભૂમિ આગળ આવ્યું તેમાંથી ગુણસુંદરી બહાર આવી. પિતાને પગે લાગી અને બેલી ‘પિતાજી! આ તમારા ઉભા રહ્યા તે જમાઈ.”
શમશાન ભૂમિ લગ્ન ભૂમિ થઈ. મૃત્યુભુમિ તે જીવન ભૂમિ બની. અને ધનપ્રવર શેકના કારણે મૃત્યુ પામવા તૈયાર થયે હતા તે વૈરાગ્ય માર્ગે વળી દીક્ષિત થયે. ધનપ્રવરની બધી મિલકત પુણ્યસારને મળી. પુણ્યસાર આઠ સ્ત્રીઓને ભર્તા થયે. અને તે થોડા વખત પછી સુખપૂર્વક વેપારમાં પરોવાયે.
(૧૫). વલભી અને ગોપાલકની વાત હવે જુની થઈ ગઈ હતી. છતાં આ બધું કેમ બન્યું તે પુરેપુરૂં સમજાતું ન હતું. તેથી એકવાર ગોપાલક નગરમાં જ્ઞાનસાર સૂરિ પધાર્યા ત્યારે પુરન્દરે દેશનાને અંતે પુછ્યું “ભગવદ્ ! પુણ્યસાર આ સ્ત્રીઓ કેમ પરણ્ય અને રત્નસુંદરીનું મન તેનાથી વિમુખ કેમ બન્યું?'
For Private And Personal Use Only