________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુયસાર કથા
ગુણશ્રી બોલી “હવે સાવ હતાશ ન બને. આપણે કઈ પૂર્વભવમાં એવું પાપ કરેલું માટે આપણને આટલી બધી વિડંબના થઈ. પિતાજી ! રજા આપે તે હું વલભી જાઉં અને તેને શેાધી લાવું.”
બીજી બેલી “તું ત્યાં જઈ શું કરે? આપણે નથી તેનું નામ જાણતાં, જાતે મળે તે પુરૂં ઓળખતા પણ નથી. દુનીયામાં વગેવાઈ આખી જીંદગી દુઃખી થઈ કાઢયા કરતાં તાં બળી મરવું શું ખોટું ?”
શેઠ પણ બોલ્યા “એકે છેક ન હતો પણ આ સાત છોકરીઓને હું સાત છોકરા પેઠે માનતો હતે. છતાં કુદરતે તેનું સુખ મને જેવા ન દીધું અને સાતેને અનાથ બનાવી. પુત્રીઓ ! હું પણ હવે નહિ જીવું તમારી સાથેજ બળી મરીશ.”
ગુણસુંદરી બોલી. “પિતાજી! એમ ન કરે. હું છ મહિના મહેનત કરૂં. અમારા પતિને શોધી શકું તે ભલે નહિતર પછી એ ઉપાય તે તમારા અને મારા બધા માટે છે જ ને ?”
શેઠ કબુલ થયા. અને ગુણસુંદરીએ પિતાનું નામ ગુણસાર રાખી એક સારે સાથે તૈયાર કરી ગોપાલક નગર તરફ પ્રયાણ કર્યું. (૧૦)
કઈ વહેલી સવારે ગોપાલકમાં ખબર પડી કે ગામને સીમાડે કઈ માટે સાર્થવાહ આવ્યો છે. આ સાર્થવાહ જુવાનજોધ સત્તર વર્ષ છે. શું તેનું સુંદર રૂપ અને શું તેને વૈભવ? તેનું નામ પણ તેવું જ સુંદર ગુણસાર છે.
સાર્થવાહ રાજાની સભામાં આવ્યું અને રાજાને કિંમતી ભેટ ધરી બેઠે. રાજાએ તેને સત્કાર કર્યો અને બધું દાણુ માફ કર્યું.
૧૧
For Private And Personal Use Only