________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્યસાર કથા
૧૫૯ પુરંદરને ધંધે સંભાળી લીધું અને જુગારને હમેશ માટે તિલાંજલિ આપી.
ગુણસુંદરી અને દાસી પુણ્યસારની રાહ જોતાં ઉભાં. પા કલાક થયે અડધો કલાક થયે પણ પુણ્યસાર પાછે ન ફર્યો એટલે દાસી અને ગુણસુંદરીએ ચારેબાજુ તપાસ કરી. બૂમ પાડી પણ કયાંય પત્તો ન લાગવાથી તે મહેલે પાછાં આવ્યાં.
. ગુણસુંદરી મહેલે આવી પતિ દિશાએ ગયા અને ત્યાંથી પાછા ન ફર્યાની વાત બધાને કહી.
આનંદના વાતાવરણમાં છલકાયેલે મહેલ જોત જોતામાં શેકથી ઘેરાયે. અને એક જળની ઉમિ કિનારા સુધી પહોંચે તેમ આ શેક ઉર્મિ જોત જોતામાં આખા નગરમાં ફરી વળી.
લગ્નની ધમાલ પછી આખું વલભી હમણજ શાંત પડયું હતું તે એકદમ જાગી ઉઠયું. અને શું શું કરતું પ્રવરધન શેઠના ઘર તરફ લોકોના ટોળેટોળાં વધવા માંડયાં. કેટલાક બોલ્યા “અરે આ કેવી વિડંબના. ! રાતના દસ પછી તે માંડ જમાઈ મળે. અને રાતનાજ પાછે જમાઇ ચાલ્યા ગયે આતે જાણે ઈન્દ્રજાળ ન હોય તેવું થયું.'
બીજા બોલ્યા “પણ આ સાત સ્ત્રીઓ કેવી કે તેને એકલે જવા દીધો. શેઠને ત્યાં જંગલ જવાની જગ્યાને થોડા તો હ.?”
તીજાએ કહ્યું “એ બિચારી શું કરે? આ માણસ જ કેઈ માયાવી આવેલે. અને તેને જવું હોય તે ગમે તે આનું કાઢી ચાલ્યો જાય.”
For Private And Personal Use Only