________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્યસાર કથા
૧૫૭
શેઠે કહ્યું “એને જવું હોય ત્યાં. મેં તે બેલાફા મારી કાઢી મુ.”
આ શબ્દ સાંભરતાં પુણ્યશ્રીને અંધારાં આવ્યાં. તે રેતી રોતી બેલી “છોકરા વિના આપણે વલખાં મારતાં હતાં. તેને હૈયાની પેઠે ઉછે. ટાઢ તડકે પણ સહેવા ન દીધે, તેને સાંજના કાઢી મુકતાં તમને શરમ કેમ ન આવી? આ બાળે ભેળે છોકરો કયાં ગયે હશે. રાતમાં કોઈને માર્યો કઈ જંગલમાં ગયે તે ભયથીજ મરી જશે. છોકરે ભૂલ કરે તે તેને સમજાવાય, બીજો ઉપાય થાય પણ આમ તેને કાઢી ન મુકાય. અને કાઢી મુકતાં પણ વિચાર તો કરે જોઈએ કે રાત પડવા આવી છે તો તે કયાં જશે ? ઉઠે પછી ખાજે. તેને શેધી લાવે.”
પુરંદર શેઠ ભરેલા ભાણા ઉપરથી ઉભા થયા અને શેરીએ શેરીએ ‘પુણ્યસારને કોઈએ દેખે પુયસારને દેખ્યો બેલતા નગર બહાર આવ્યા. ચારેબાજુ સેવકોને દેડાવ્યા, પણ કોઈ જવાબ ન લાવ્યું. શેઠનું મગજ ઠેકાણે ન રહ્યું. તે જંગલમાં ઝાડે ઝાડે બોલવા માંડયા “એ પુણ્યસાર એ પુણ્યસાર.” પણ બધેથી તે પડઘે પાછો પડવા માંડયું. વન નીરવ અને શાંત હતું. તેથી શેઠને અવાજ જંગલમાં દૂર દૂર ફેલાતે પણ પાછે થાળીના રણકારાની પેઠે વાતાવરણને ગમગીન કરી શાંત થતો.
ફરતા ફરતા જ્યાં પુણ્યસાર સુતે હતું તે તરફ શેઠ આવ્યા અને બેલ્યા “એ બેટા ! પુણ્યસાર, હું ભુલ્ય. તું પાછે ઘેર આવ” પુણ્યસાર બેઠે થયે. તેણે બાપને આમથી તેમ પુણ્યસાર બોલતા જોયા. તે ઉભો થઈ બાપ પાસે આવ્યા
For Private And Personal Use Only