________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુણ્યસાર કથા
૧૫૫
જીવ ભમતા હતા અને લેાકેા હાથી કેાના ઉપર કળશ ઢાળે છે તે જોવા તલસી રહ્યા હતા. ત્યાં એકબાજુ ખુણામાં ઉભેલા કોઇ અજાણ્યા યુવાન ઉપર હાથીએ કળશ ઢાળ્યેા. આ યુવાન બીજો કેઇ નહિ પણ પુણ્યસાર હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાજા વાગ્યાં. શેઠે પુણ્યસારને નવરાવ્યે. રેશમી દુકુળા તેને પહેરાવ્યાં અને તેની કેટમાં લાખાના દાગીના પહેરાવ્યા. પુણ્યસાર રાજકુમાર જેવા દીપી ઉઠયા અને માયરામાં બેસી સાતે કન્યા સાથે પરણ્યા.
જોવા આવેલ લેકેા અને પેલી એ દેવીએ પણ પુણ્યસારના ભાગ્યને વખાણવા લાગી. અને લેાક પણ ખેલ્યા ‘શું આનું ભાગ્ય ! જે લગ્ન જોવા ખુણે ઉભા હતા તે સાતે કન્યાને પરણ્યા.'
લગ્નની વિધિ પુરી થઇ, વરઘડીયાં પરણી ઉતર્યાં. શેઠે પુત્રી અને જમાઇ માટે સાત માલને મ્હેલ તૈયાર રાખ્યા હતા. પુણ્યસાર મહેલમાં દાખલ થયા. સાતે વધૂએ અને પિર જનેા તેની તહેનાતમાં હાજર હતા. ત્યાં પુણ્યસારની નજર આકાશમાં મુકી રહેલા તારાઓ ઉપર ગઇ. તેણે જોયુ કે પ્રભાત થયું નથી પણ પ્રભાતની તૈયારી છે. ‘ દેવીએ પ્રભાત પહેલાં ઉપડશે. હું અહિં રહી જઈશ, મારૂ ગામ ક્યાં છે. તેની મને ખબર નથી. આથી ત્યાંથી છટકવા તે પલંગ ઉપરથી હેઠા ઉતર્યાં. અને દિશાએ જવાનુ માનુ કાઢ્યુ ગુણસુંદરી સાનાની ઝારી હાથમાં જળથી ભરી લઇ સાથે આવે તે પહેલાં તે તેણે ઘરની વચ્ચેના ભારવટ ઉપર એક શ્ર્લોક ખડીથી લખી નાંખ્યું.
?
For Private And Personal Use Only