________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
કથાસાગર
છે પણ અંદર ભારેભાર દુર્ગધ ભરી છે તેમ આ મારી કાયા પણ તમને ભલે મોહક લાગતી હોય પણ લેહી પરૂ અને અશુચિ સિવાય તેમાં બીજું કશું નથી. મારી સેનાની પ્રતિમામાંથી દુર્ગધ ન નીકળી ત્યાં સુધી તમને તેના પ્રત્યે મેહ રહ્યો પણ જ્યારે તેમાંથી દુર્ગધ નીકળી એટલે તમે ભાગવા માંડયું. તેમ આ કાયાના સુંદર દેખાવને જ તમને મેહ છે. મલલીને નહિ. રાજન ! આંતર ચક્ષુ બેલે. તમે અને હું કોણ છીએ. તે જાણે છે? મારી પ્રત્યેને આ મેહ તમારો વિકૃત મેહ છે. આજથી ત્રીજા ભવે આપણે સાત મિત્રો હતા મારું નામ મહાબળ અને તમારું નામ અચલ હતું. આપણે સાથે દીક્ષા લીધી સાથે તપ તથા મેં વીસસ્થાનક તપ કર્યું તેથી તીર્થકર નામ કર્મ બાંધ્યું પણ મારાથી કઈ વધે નહિ તે બુદ્ધિ મારા તપમાં રાખી તેને પરિણામે મેં સ્ત્રીવેદ ઉપર્યો. આપણે ત્યાંથી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં ગયા. હું અહિં મલી થઈ તમે પ્રતિશુદ્ધ થયા.”
મલીકુમારીના આ શબ્દ સાંભળતાં પ્રતિશુદ્ધનું મગજ ફરવા લાગ્યું. તેને અંધારાં આવ્યાં અને પૂર્વભવ બધે તાદશ્ય થયે. તે બે “દેવિ ! હું સાવ ભાન ભૂલ્યા. પૂર્વભવના ઉપકારી મિત્ર પ્રત્યે વિકારી બુદ્ધિ કરી. અહાહા, કેવી ઘેલછા, પૂર્વભવે તમે મને સાચે રહે લાવી દીક્ષા અપાવી અમારૂં કલ્યાણ કર્યું. અને આ વખતે પણ ભાન ભૂલેલા મને સાચે રાહે લાવ. દેવિ! હવે મારે શું કરવું? આપની શી આજ્ઞા છે? હું તમારે સેવક છું તમે મારાં આરાધ્ય છે.
મલી બેલ્યાં “રાજન ! હાલ તો તમે નિરાસત પણે રાજ્ય પાળે પણ હું દીક્ષા લઉં ત્યારે દીક્ષા લેજો.”
For Private And Personal Use Only