________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
કથાસાગ ૨
( ૧૧ ) મિથિલાના લેકે એક સવારે ઉઠયા તે ચારે બાજુ તેમણે લશ્કરને ઘેરે દીઠો. જુદી જુદી બાજુ સાકેત, ચંપા, શ્રાવસ્તી, વાણુરસી વિગેરેનાં સ મિથિલાની આસપાસ પડાવ નાંખી પડ્યાં હતાં.
રાજાકુંભ આમ તે શૂરવીર હતા છતાં એકીસાથે છીએ રાજ્યના ઘેરાથી તે ગભરાયે અટલે મલલીકુમારીએ કહ્યું પિતાજી ચિંતા ન કરો તમે વિષ્ટિકારક દૂતને મેકલે અને
એને કહો કે મલલીકુંવરી તમને આપવાની છે અને તે તમને મળવા માગે છે. ઉદ્યાનમાં મળવા તેમને મારી પ્રતિમાવાળા સ્થળે એકપછી એકને બેલા.
રાજાને આમાં સુઝ ન પડી. પણ મલીકુમારીની બુદ્ધિ અને શાણપણથી રાજા એટલે બધે મુગ્ધ હતું કે તે કાંઈ વધુ ન બોલ્યા અને તેણે બધું કબુલ કર્યું. થોડી જ વારે દરેક રાજા પાસે દૂત મોકલ્યો અને જુદા જુદા દરવાજે જુદા જુદા સમયે મલ્લીકુમારીને મળવાની શેઠવણ કરી.
(૧૨) સાકેતને રાજા પ્રતિશુદ્ધ મુછ ઉપર હાથ નાંખતે મંત્રીને કહેવા લાગ્યું “મંત્રી ! ચમત્કાર ત્યાં નમસ્કાર. કુંભ રાજાની પાસે આપણે માગણી કરી ત્યારે તે ન માને પણ હવે જ્યાં યુદ્ધની નેબત ગગડી એટલે તે કબુલ થયે અને આ દૂત દ્વારા કહેણ આવ્યું કે આજે તમે જાતે જ મલીકુમારીને મળે અને તેની ઈચ્છા પ્રમાણે તે વરે તેમાં મને વાંધો નથી.”
For Private And Personal Use Only