________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મલ્લિનાથ
૧૩૯
પ્રતિશુદ્ધને મલ્લીને આ વૃત્તાંત સાંભળી પિતાની અજ્ઞતા માટે શરમ ઉપજી અને તેના હૃદયમાં મલીનું નામ ગુંજી રહ્યું. તેણે બીજે જ દીવસે કુંભરાજાને ત્યાં દૂત મોકલ્યા અને પિતાના માટે મકલીકુમારીનું માગું કર્યું.
( ૫ ) ચંપાનગરીની રાજસભા ભરાઈ હતી. રાજા ચંદ્રછાય સિંહાસન ઉપર બેઠે હતું ત્યાં એક વણિક આવ્યો અને રાજાને નમી ૨નકુંડલની જોડી ભેટ ધરી. રાજાએ આ કુંડલ જેડીની શી કિંમત છે તે જાણવા ઝવેરીઓને પુછયું ત્યારે તે બોલ્યા “આ સામાન્ય રત્નકુંડલ નથી આતે કેઈ દેવાધિષ્ઠિત છે.” રાજાએ વણિકને પુછ્યું “આ કુંડળની જડી તને કયાંથી મળી?
તે બે “રાજન ! મારું નામ અહંનક. હું ભર સમુદ્ર પ્રયાણ કરતા હતા ત્યાં મને ધર્મથી ચલાવવા કેઈ દેવે ઉપસર્ગો કર્યા. તેણે મને ઘણાં પ્રલેભને આપ્યાં અને ઘણી બીક પણ આપી પણ હું ચલિત ન થયે એટલે તે દેવે મને બે રત્નની કુંડળ જોડી આપી. અમારું વહાણ પહેલું મિથિલા પહોંચ્યું એટલે મેં એક કુંડળ જોડી ત્યાંના રાજા કુંભની પુત્રી મલ્લીકુમારી જે રાજસભામાં બેડી હતી તેને ભેટ ધરી. શું રાજકુમારીનું રૂપ અને શું તેની મને હરતા ?
વણિક તે ગયે પણ ચંદ્રછાયે બીજે જ દીવસે દૂતને મલીકુમારીના માગા માટે મિથિલા મેકલ્ય.
શ્રાવસ્તી નગરીમાં આનંદની રેલમછેલ હતી. સૌએ
For Private And Personal Use Only