________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહિલનાથ
૧૩૭
લાના રાજા કુંભને ત્યાં તેમની રાણી પ્રભાવતીની કુક્ષિએ અવતર્યો. પ્રભાવતીએ ચૌદ સ્વપ્ન જોયાં અને માગસરસુદ-૧૧ ના દિવસે પુત્રીને જન્મ આપે. રાજાએ તે મહોત્સવ કર્યો પણ દેએ પણ તેના જન્મ વખતે સુંદર મહોત્સવ કર્યો. માત પિતાએ આ પુત્રીનું નામ પાડયું મલ્લી,
મલ્લીકુમારી પિતાને ત્યાં ઉછરતાં કાંઈક મેટાં થયાં એટલે અવધિજ્ઞાનથી તેમણે પિતાના પૂર્વના મિત્રને જાણ્યા. તે પહેલે અચલ નામને મિત્ર સાકેતપુરનાં રાજા પ્રતિશુદ્ધ નામને થયે હતે બીજે ધરણને જીવ ચંપાનગરીમાં ચંદ્રછાય નામે, ત્રીજો પુરણને જીવ શ્રાવસ્તિ પુરીમાં સકિમ રાજા નામે,
થે વસુને જીવ વાણુરસીના શંખ રાજા નામે, પાંચમ વૈશ્રમણને જીવ હસ્તિનાપુરના રાજા અદીનશત્રુ નામે અને છઠ્ઠો મિત્ર અભિચંદ્રને જીવ કાંપિલ્યપુર નગરનો રાજા અજીતશત્રુ થયે હતે.
મહિલકુમારીએ વિચાર્યું કે પૂર્વભવે આ મારા મિત્રે હતા. તેમણે અને મેં તપ સાથે કર્યો હતો અને સાથેજ કલ્યાણ સાધવાની અમારી બધાની ઈચ્છા હતી. આ બધા તે અનુત્તર વિમાનમાંથી ચ્યવી આજે રાજ્ય લક્ષ્મી ભેગવવામાં પડયા છે. અને તે રાજ્ય લક્ષ્મી ભેગવતાં કાંઈ કલ્યાણ થવાનું નથી માટે એ કેઈ ઉપાય છે કે જેમનું કલ્યાણ થાય. જ્ઞાનથી તેમને તેમના કલ્યાણને ઉપાય જણાયે તેથી તેમણે ઉદ્યાનમાં એક છગર્ભગૃહવાળું મંદિર બનાવ્યું અને વચ્ચે સુવર્ણની આબેહુબ પિતાના જેવી પ્રતિમા કરાવી, આ પ્રતિમાની ઉપર એક નાનું ઢાંકણું પણ કરાવ્યું. મલલીકુમારી
For Private And Personal Use Only