________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરદત્ત મુનિ
૧૫ અને કહ્યું “જા ઉતાવળે થા અને તારા રાજાને કહે કે અંગારવંતી નહિ મળે.”
ચંડપ્રદ્યોત એ પ્રતાપી રાજા હતે છતાં તે મહાકામી હતે. તેણે તેના અંતઃપુરમાં ઘણી સ્ત્રીઓ એકઠી કરી હતી છતાં તે સંતુષ્ટ ન હતું. અને તે નવી નવી કુમારીકાના રૂપનાં વખાણ સાંભળી તેને માટે તલસતું હતું. તેણે લશ્કરને હૂકમ આપે “સુસુમારપુર ઉપર ચઢાઈ કરી.”
ધુંધુમાર હતો તે તેજસ્વી અને સત્વશાળી, છતાં ચંડપ્રદ્યોતના હિસાબે તેની ગણના અ૫ હતી. તેથી તેણે નગરના દરવાજા બંધ કરાવ્યા. સભા એકઠી કરી અને બીજા વિચાર સાથે એક જાણકાર નિમિત્તને પણ પૂછયું “નિમિત્તક ! ચંડપ્રદ્યોત આપણું નગર ઉપર ચડી આવ્યું છે. આપણે શત્રુ સાથે લડવાનો નિર્ણય છે. પણ તમારું નિમિત્ત આ સંબંધમાં શું કહે છે? “આમાં મારે જય થશે કે પરાજ્ય?”
નિમિત્તક બરાબર નિમિત્ત જોઈ જવાબ આપવાનું કહી રાજસભાથી નીકળી બહાર આવ્યું ત્યાં રસ્તામાં ઘણું નાનાં છોકરાં રમતાં હતાં તેને નિમિત્તયાએ બીવરાવી હાંકી કાઢયાં. એટલે તે છોકરાં પડખેના નાગપ્રાસાદમાં ગયાં. આ પ્રાસાદમાં પહેલેથી વરદત્ત મુનિ કાઉસ્સગ્ગ ધ્યાન ધરતા હતા. છોકરાં મુનિના પગ આગળ લપાઈ ગયાં. મુનિએ કાઉસ્સગ્ગ પાર્યો અને કહ્યું “બાળકો બી નહિ કેઈ જાતને તમને અહિં ભય નથી આતે ખોટો ફટાય છે” આ બધું નિમિત્તકે બરાબર સાંભળ્યું. તે પાછો વળી સીધે રાજા પાસે જઈ બોલ્યા
For Private And Personal Use Only