________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
કથાસાગર
કે એક નાની ભૂલ કેવા ઘણુ અનર્થને કરે છે? શું દુનીયામાં આમ જ કલેશની પરંપરા ચાલે છે?
વરદત્ત મંત્રીએ મુનિની તપાસ ખુબ કરી પણ મુનિ ન મળ્યા. વરદત્ત મંત્રી સ્વયં પ્રતિબંધ પામ્યા અને સ્વયં દીક્ષા લઈ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા.
“રાજન ! હું પ્રતાપી માળવાના અધિપતિ ચંડપ્રદ્યોતને દૂત છું. તેણે આપની પુત્રી અંગારવતીના ગુણ અને રૂપની પ્રશંસા કઈ એગિની દ્વારા સાંભળી ત્યારથી તે દુર રહ્યો રહ્યો પણ તેના ઉપર ખુબજ મુગ્ધ બન્યું છે. હું રાજ રાજેશ્વર ચંડપ્રદ્યોતની આજ્ઞાથી આપની પુત્રીનું મારું કરવા આવ્યા છું.' દૂતે સુસુમારનગરના રાજા ધુંધુમારને પગે લાગી કહ્યું.
ધુંધુમાર બોલ્યો “દૂત! વર લાયક થયેલી પુત્રીને મારે વરાવવાની તે છેજ પણ બળાત્કારે પુત્રીની માગણી કરવી તે વ્યાજબી નથી. દત ચંડપ્રદ્યોતને કહેજે કે સંપત્તિ અને સન્યથી ગર્વિષ્ઠ બની નીતિના નિયમેને પણ જે તું ઉલ્લંઘવા માગતા હોય તે મારી પુત્રી તને નહિ મળે. અને તે માટે મારે જે ભેગ આપે પડશે તે આપીશ.”
દૂતે રાજાને કહ્યું “રાજન્ ! ચંડપ્રદ્યોત જે પ્રતાપી રાજા જમાઈ તરીકે નહિ મળે, આજે તે તમારી પાસે કન્યાની માગણી કરતું આવ્યું છે. જો તમે તેને ના પાડશે તે તે યુદ્ધ કરીને પણ અંગારવતીને પરણશેજ અને તેથી પુત્રી તે જશે પણ રાજ્ય અને તમારા બધાંનાં જીવન જશે.”
ધુંધુમારે દૂતને ગળું પકડી સભાની બહાર ધકેલ્યા
For Private And Personal Use Only