________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
આપે. શેઠે આને પણ ઉદ્યાનમાં મુકવા આવ્યા. તે મુકી વિદાય થવા લાગ્યા ત્યાં ફરી આકાશવાણ ગઈ “શેઠ! ન માનશે કે આ છેક તમને સુખ આપવા આવ્યું છે. આ તમારી પાસે તેનું દસ હજારનું લેણું લેવા આવ્યું છે. દસ હજાર સોના મહેર ચૂકવીને જાઓ.” શેઠને સેનામહેર આપવાને વાંધો ન હતે પણ કઈ કુલાંગાર પાકે તે તેની ઈજજત આબરૂ ખરાબ કરે તેને ભય હતું તેથી તેમણે દસ હજાર સોનામહોર લાવીને તેની આગળ મુકી. ધનદત્ત ઘેર પાછા આવ્યા. સોનામહેરો સાથે આ છોકરાને તેજ ગામને અપુત્રી કેઈ વણિક લઈ ગયે અને તેણે તેને વહાલથી ઉછેરવા માંડશે.
મેઘ અને ભાગ્ય એવાં છે કે ન આપે ત્યાં સુધી કાંઈ નહિ અને આપવા માંડે ત્યારે અનર્ગલ આપે તેમ ધનદત્તને પુત્ર ન હતું ત્યારે મુદ્દલ ન હતો અને હવે થવા માંડ્યા ત્યારે બે બે વર્ષે કુમુદ્વતી પુત્રને જન્મ આપવા માંડી, ધન દત્ત જયકુમારનું દુઃખ એવું કારમું અનુભવ્યું હતું કે પુત્રનું નામ સાંભરતાં કંપી ઉઠતે અને તેને તે એમ જ થતું કે
કરા તે કુલાંગારજ પાકવાના. આથી કુમુદ્વતીએ ત્રીજા પુત્રને જન્મ આપે તેને પણ ધનદત્ત બહાર મુકવા ચાલે પણ એને ભાગ્યેજ ખબર હતી કે આ પુત્ર તે તેને અને તેની સાત પેઢીને તારનાર હતો.
ધનદ કપડાથી લપેટેલા આ તીજા બાળકને એકાંતમાં મુક અને ગુપચૂપ પિતાના ઘર તરફ પાછા ફરવા માંડ્યા ત્યાં આકાશવાણી થઈ. શેઠને આમાં નવાઈ ન લાગી કેમકે એક વાર એક હજાર અને બીજીવાર દસ હજાર સોનામહેર તેણે ચૂકવી
For Private And Personal Use Only