________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી તે શિલિ રાખ્યા છતાં પણ આ ભાગમાં સાથે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં વિશિષ્ટ ઓપદેશિક વસ્તુને પણ વિસ્તારવાનું ચૂકવામાં આવ્યું નથી. તેમજ ભાગ. ૧–રમાં આજસુધી જે કથાઓ સર્વ સામાન્ય જૈનેને યાદ હોય તેજ મોટા ભાગની રજુ કરવામાં આવી હતી. જ્યારે આ ભાગમાં કેટલીય કથાઓ સામાન્ય જનતાને અપરિચિત હોય તેવી કથાઓ રજુ કરી છે. કથાની રજુઆત અને પસંદગીમાં લેખકે ખુબજ પ્રશંસનીય પરિશ્રમ કર્યો છે. સેંકડે કથાઓના અવગાહન પછી કઈ લેવી કઈ ન લેવી અને તેને કઈ રીતે રજુ કરવી તેના પુરા વિચાર બાદ આ કથાઓ લખાયેલી છે. દરેક કથા વાંચનારને તન્મય બનાવે છે. અને એક કથા વાંચ્યા પછી વાંચક તુ તેના ચિંતવનમાં પરોવાય તેવી તેની ગોઠવણ છે.
આ કથાસાગરની રચના કેવળ કથાજ રજુ કરી કથા, વૃત્તિને પિષવા માટે નથી પણ તે તે કથા દ્વારા વાંચકને આ ભાભિમૂખ બનાવી ગુણ તરફ દેરવાને છે. તે હેતુ તેના લેખન દ્વારા સિદ્ધ થતે સ્પષ્ટ જોવાય છે.
આ ભાગમાં ચંદ્રરાજાનું ચરિત્ર અને યશેધર ચરિત્ર આ બે આખા ગ્રંથને સંક્ષિપ્ત રીતે આપવામાં આવ્યા છે. આ બે વિસ્તૃત ચરિત્રને સંક્ષિપ્ત રીતે રજુ કર્યા છતાં કઈ પણ વસ્તુ લેખક રજુ કરવી ભૂલ્યા નથી. ચંદ્રરાજાનું ચરિત્ર કૌતુક, સંસારની લીલા અને વૈરાગ્ય એ ત્રણને જણાવનારું છે. આ ચરિત્રને એવી સરસરીતે રજુ કરવામાં આવ્યું છે કે વાંચક પુસ્તક હાથમાં લીધા પછી ભાગ્યેજ પુરું કર્યા વિના મુકે.
For Private And Personal Use Only