________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકુમાલિકા
છવાઈ રહ્યો. સુકુમાલિકા ગુણીની આજ્ઞામાં ગુરુણી સાથે વિચરતી છતાં તેના રૂપ પાછળ ઘેલા બનેલા કેઈ પુરુષ તેના વિહારમાં પણ પાછળ પાછળ ફરતા. સુકુમાલિકા કે ઈવાર ગોચરીએ જતી તે કેઈ યુવાને કામકાજ છેડી તેની પાછળ મહેલે મહેલે આંટા મારતા. સાધવીના ઉપાશ્રય આગળ મેડીરાત સુધી સુકુમાલિકાના મુખના દર્શન કરવા ભમરાઓ જેમ કુલની આસપાસ ગુંજારવ કરે તેમ તે ઘૂમ્યા કરતા.
ગુરુણીજી વિચારમાં પડયાં તેમણે શહેર છેડી ગામડામાં અને કબામાં વિહાર આરંભે પણ પુરુષજાતિ વિનાનું
ડું જ કેઈ સ્થળ હોય છે? ઠેર ઠેર આજ અનુભવ બધે થવા માંડશે.
( ૪ ) એક વખત કુસુમપુરમાં સસક અને ભસક મુનિ આચાર્ય સાથે વિહાર કરતા કરતા પધાર્યા.
- સાધ્વી સુકુમાલિક પણ ગુણ સાથે વિહાર કરતાં તે નગરમાં આવ્યાં. નગરમાં આવ્યા બાદ યુવાન પુરુષનાં ટોળે ટોળાં સાધ્વીના મુખ દર્શન માટે આવવા માંડયાં અને કેઈ ભાન ભૂલી ઉપાશ્રયથી જરાપણ ખસવા ન માંડયા.
ગુરુએ સુકુમાલિકાને ગોચરી કે બીજે બહાર મેકલવાનું બંધ કર્યું પણ ઉપાશ્રયથી દૂર નહિ જતા આ કામીઓથી તે કંટાળ્યાં અને સૂરિજી મહારાજને આ બધી વાત કરી.
સસગ અને ભસગનું લેહી ઉકળ્યું અને તે સાધ્વીની રક્ષામાં જોડાયા. આ રક્ષા કાજે કેઈ યુવાને સાથે સસગ અને ભસગને લડાઈ પણ કરવી પડી.
For Private And Personal Use Only