________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવી તરંગવતી
ગામનું તળાવ આવ્યું અને હાથ પગ મેંઢું ધોયું. અને ત્યાંથી નીકળી ગામમાં પ્રવેશ કર્યો તે કઈ સ્ત્રીઓ કુવામાંથી અડધે ઘડો ખેંચેલે રાખીને અમારા સામું જોઈ રહેલી તે કઈ છોકરાને કાંખમાં લઈ દોડી આવેલી જોઈ છેડે દૂર ગયા ત્યાં એક જીર્ણ મંદિર જોયું. આથી અમે તે મંદિરના ઓટલે બેઠાં.
હવે મને ભૂખ, થાક, તરસ અને જંગલના ઉજરડાની વેદના થવા માંડી. મેં મારા પતિને કહ્યું કે “ખાવાની કાંઈક વ્યવસ્થા કરો.” તેમણે કહ્યું કે “હું કાંઈક ગોઠવણ કરૂં છું.” ત્યાં એક ઘેડેસ્વાર દોડતો પસાર થયે. તેણે મારા પતિના સામે નજર નાંખી કે તુર્ત હેઠે ઉતર્યો અને કહેવા લાગ્યા કે મારું નામ કુમાસહસ્તી મેં આપને ત્યાં ઘણી ઘણી નોકરી કરી છે. મારા સ્વામિએ તેને ઓળખે અને તે બન્ને પરસ્પર ભેટયા.
કુલભાસહતિએ કહ્યું કે “નગરશેઠને તરંગવતીની સખી દ્વારા બધી વાતની જાણ થઈ એટલે તે સવારે તે તમારા પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શેઠજી! મને ક્ષમા કરશે આપ માગુ કરવા આવ્યા ત્યારે તમે પૂર્વભવની કથા જાણતા હતા તો તે મને કહી હેત તો આવી ભૂલ કદાપિ કરત નહિ. તમારી માતા તથા તમારે પરિવાર પ્રસકે ધ્રુસકે રોવા લાગ્યું. શહેરમાં પવનવેગે વાત ફેલાણું કે “નગર શેઠની પુત્રી અને શેઠના પુત્રને પૂર્વભવ યાદ આવ્યું છે અને તે બને નાસી ગયા હોવાથી નગરશેઠે ચારે બાજુ માણસો મેકલ્યા છે.
For Private And Personal Use Only