________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી તરંગવતી
૮૧ મારો ચકવાકને ભવ કહ્યો અને અમે પિતાની આજ્ઞા વિના નાસી છૂટયાં તે પણ કહ્યું. કાળમીંઢ લુંટારાનું હૃદય મારી આ વાત સાંભળતાં ભી જાયું. તે સહેજ મૂછિત થયા અને મારા પતિના બંધ ઢીલા કરી ધીમેથી કહેવા લાગ્યું કે ગભરાશે નહિ હું તમને મેતથી બચાવી લઈશ.”
મને કાંઈક નિરાંત વળી. દેવી આગળના નાચ શાંત થયા. રાત્રિ ગળી. સર્વત્ર શાંતિ પથરાણી એટલે પેલા લુંટારૂએ મારા પતિના બંધન છોડ્યા અને કહ્યું કે “મારી પાછળ પાછળ ચાલ્યા આવે.”
એ આગળ અને અમે પાછળ નથી ગણ્યા અમે કાંટા કે નથી ગણ્યા કાંકરા. રાત જંગલ અને શૂન્યકાર છતાં મારે અને મારા પતિને પગ ઝટ ઉપડે. ડીવારે તે તેણે કઈ છૂપા રસ્તેથી અમને અટવી બહાર લાવી મુકયા. તે અમને પગે લાગ્યું અને કહેવા લાગ્યું, માફ કરશે. મેં તમને મારા સરદારના હુકમથી બાંધ્યા હતા.”
મારા પતિએ કહ્યું “અમે તમારે આ બદલે ક્યાં વાળી શકીશું.'
મારે બદલાની જરૂર નથી. જુઓ પાસેજ ગામ છે ત્યાં જાઓ અને ત્યાંથી તમે તમારા નગરે જજે.” એમ કહી તે કાંઈપણ કહ્યા વિના ચાલતે થયે.
અટવી છોડયા બાદ ખુલ્લા મેદાનમાં ડું ચાલ્યા ત્યાં તે ગામડાની ખેડેલી જમીન જોઈ અને નજીક રમતાં નાનાં નાનાં બાળક દીઠાં. બાળકોને અમે પુછયું કે આ કયું ગામ ? તેમણે કહ્યું કે ખાયગ નામનું આ ગામડું છે.
For Private And Personal Use Only