________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવી તરંગવતી
થોડું દુર ગયા પછી એક ગુફામાં અમે પ્રવેશ કર્યો તે ત્યાં અમે એક નાની સરખી લુંટારૂઓની પલ્લી જોઈ. અમારા સરખા ત્યાં કેટલાંક સ્ત્રી અને પુરૂષ પણ જોયાં.
આ પલ્લીમાં એક ઠેકાણે નાચગાન થઈ રહ્યાં હતાં અને તેને પાંદડાંની ડાળીઓ અને કુલથી શણગારવામાં આવ્યું હતું, આ હતું કાલિકાદેવીનું મંદિર. લુંટારૂઓ આ દેવીના પરમ ભક્ત હતા. અમને ઝાડના વેલાથી બાંધ્યાં અને પડછંદ કાયાવાળા લુટારૂ નાયક આગળ હાજર કર્યા. તેણે તેના સાથીદાર પૈકીના એકના કાનમાં કાંઈક કહ્યું અને તે અમને લઈ એક મકાન આગળ આવ્યા.
તેણે મારા પતિને થાંભલા સાથે બાંધ્યા. અહિં મેં સાંભળ્યું કે “નવમીના દિવસે કાલિકાના ભેગમાં અમારે ભેગ થશે.” મેં અમને સેપેલ લુંટારૂને આજીજી કરી કહ્યું કે હું નગરશેઠની પુત્રી છું તમે માગે એટલું ધન, હીરા, માણેક, સેનું હું આપીશ. તમારામાંથી એક જણ મારી ચિઠ્ઠી લઈ મારા પિતા પાસે જાઓ અને તે ધન તમને મળે ત્યારે અમને છેડજે.”
લુંટારૂએ કહ્યું “ધન તે અમે એક ધાડમાં લાવીશું, પણ અમારી કાલિકા દેવીને બત્રીસ લક્ષણા કયાંથી મેળશે. નવમીની રાત્રિએ તમારે હવન કરવાની મારા નાયકની આજ્ઞા છે. હું તે તેમને સેવક, સેવકથી બીજું કાંઈ ન બને.
રડતાં રડતાં મેં મારી પૂર્વકથા બધી કહેવા માંડી. મેં
For Private And Personal Use Only