________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સનકુમાર ચક્રવતિ
પી ઈન્દ્રના આ શબ્દ સાંભળી વિજય અને વૈજયન્ત નામના બે દેવ બ્રાહ્મણનું રૂપ ધરી સનકુમારને જોવા આવ્યા. સનકુમાર તે વખતે સ્નાનની તૈયારી કરતા હતા. તેમનું રૂપ દેખી તેમણે માથું ધુણાવ્યું. અને મનમાં કહ્યું કે “ઈન્દ્ર કહેતા હતા તેવું જ રૂપ અને કાંતિ છે.”
સનકુમારે બ્રાહ્મણને કહ્યું કે “ખરું મારું રૂપ જેવું હોય તો મને રાજસભામાં નિહાળજે કારણ કે તે વખતે મેં આભૂષણ પહેર્યા હશે.”
બ્રાહ્મણો સારું કહી રાજસભા આગળ આવ્યા. તેમણે સનસ્કુમારને જે અને તેને થુંકને વિકૃત જોતાં જ તેમનું મૂખ પલટાયું આ સનસ્કુમારે ગર્વથી કહ્યું કે “સ્નાનાગારમાં તમે મને જે હતા તે કરતાં અત્યારે હું કેટલું સુંદર દેખાઉં છું?
બ્રાહ્મણે બેલ્યા “મહારાજ ! તે રૂપ તે ગયું અત્યારે તે આપ મહા વ્યાધિગ્રસ્ત લાગે છે.”
સનકુમારે શરીર ઉપર હાથ ફેરવ્યું તો કાયા રેગથી ગ્રસિત બની દુર્ગંધમય બની હતી. દેવેએ પિતાનું સ્વરૂપ જણાવ્યું અને કહ્યું કે ઈન્દ્રની પ્રશંસાથી અમે તમને નિરખવા અહિં આવ્યા હતા. પણ સ્નાનાગારનું રૂપ અત્યારે નથી.”
રાજા સમજે “મારા રૂપને મારા અભિમાને ગ્રસિત કર્યું છે. હું મૂર્ખ અનિત્ય દેહમાં મૂર્ણિત થઈ ભાન ભૂલ્પે.” આ વખતે ચક્રીને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ અને તેણે વિનયધર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું.
For Private And Personal Use Only