________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
૩૭ સ્વીકાર કર.” ભ્રાતૃપ્રેમ અને વડિલની આજ્ઞામાં હીંચકાતા સગરે નાખુશ દીલે આંસુ સાથે ભાઈની આજ્ઞાને સ્વીકાર કર્યો. ભગવાને પૂર્ણ હર્ષપૂર્વક સગરને રાજ્યાભિષેક કર્યો અને સંવત્સરી દાન દઈ દીક્ષા સ્વીકારી.
હવે સગરરાજા ન્યાય નીતિ અને પ્રેમથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમને રાજ્યકાળમાં પ્રજા સર્વ રીતે સુખી હતી. તેવામાં તેમના શસ્ત્રાગારમાં ચકરન ઉત્પન્ન થયું. આ ચકથી સગરરાજા સગરચકી કહેવાયા. શાણુ ચક્રીએ તેની પૂજા કરી. કારણકે ઉચિત વ્યવહારમાં મોટા પુરૂષે કઈ દિવસ
ખલના પામતા નથી. આ પછી છત્ર, દંડ, ખડ્ઝ, કાકિણું મણિ, ચર્મ, પુરોહિત, ગજ, અશ્વ, સેનાપતિ, ગાથાપતિ, વાર્ધકો અને સ્ત્રીરત્ન પણ ચકીને આવી મળ્યાં.
સગરચકીએ સમુહૂર્ત ભરતક્ષેત્રના છ ખંડ સાધવા પ્રયાણ કર્યું. તેમણે માગધ, વરદામ, પ્રભાસ, સિંધુદેવી. હિમાચલદેવ, કૃતમાલદેવ, નાટ્યમાલદેવ, ગંગાદેવી અને નવનિધિના અધિષ્ઠાયક દેવને સાધ્યા. ઉત્તર ભારતમાં આપાત ભીલે સિવાય કે ઠેકાણે સગરને સામને ન થયું. આ પાત ભિલે પણ થોડો વખત હેરાન થઈ ચકી સમજી શરણે આવ્યા. ઠેર ઠેર સત્કાર પામતા અને ભેટોથી નવાજાતા સગરચકીએ બત્રીસહજાર વર્ષે છ ખંડ સાધ્યા અને વિનીતા નગરીના પરિસરમાં પડાવ નાંખે.
એક દિવસે સગરચક્રી અશ્વારૂઢ થઈ ઘેડાને ફેરવે છે,
For Private And Personal Use Only