________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
દેવતાઇ અગ્નિ
તેવામાં ઘોડાને પાંચમી ધારમાં ફેરવતાં ઘેડો ભૂત આવ્યું હોય અને નાસે તેમ નાસવા માંડે. જોતજોતામાં તે અદશ્ય થયો અને ચકીને ઘેર જંગલમાં લાવી ઉભા રાખ્યા. ચકી હેઠા ઉતર્યા કે તુર્ત ઘોડાના રામ રમી ગયા. ચકી પગપાળે આગળ વધ્યા. ત્યારપછી સરોવરમાં સ્નાન અને જળપાન કરી સગર લટાર મારે છે. તેવામાં તેમણે દેવકન્યા સમી રૂપવતી સ્ત્રી જોઈ. બન્નેનાં નયને એકબીજામાં મન્યાં. તે સાથેજ બને કામબાણથી ઘવાયાં. સ્ત્રી સખીઓ સાથે ચાલી ગઈ પણ તુર્ત એક દાસી સગર પાસે આવી અને કહેવા લાગી કે, “હે સ્વામિન્ ! ગગનવલ્લભ નામના નગરમાં સુલોચન નામને વિદ્યાધર છે. તેને સહસ્ત્રનયન નામે પુત્ર અને મુકેશા નામે પુત્રી છે. એક વખત નિમિત્તિયાએ સુચનને કહેલ કે, “તમારી પુત્રી ચક્રવતીની પટરાણી થશે.” આથી ગમે તેટલાં તેનાં માગા આવ્યાં પણ તે સર્વને તે વિદ્યારે પાછાં ઠેલ્યાં.”
એક વખત રથનપુરના રાજા પૂર્ણમેઘ વિદ્યારે મુકેશાની માગણી કરી. સુલેચને તે ન સ્વીકારી એટલે તે લશ્કર સહિત સુચન ઉપર ચઢી આવ્યો. આ લડાઈમાં સુચન ખપી ગયે, પણ તેનો પુત્ર સહસ્ત્રનયન શત્રુ ન જાણે તે રીતે સુકેશાને લઈ આ જંગલમાં રહ્યો છે. જ્યારથી સુકેશાએ તમને અહિં જોયા છે, ત્યારથી તેને કંપ અને છાતીની ફડક શાંત થતી નથી તે દીલને ઘણું ઘણું રેકે છે, પણ તમારી તરફથી તેનું દીલ ખસતું નથી. આ અરસામાં સહસનયન પણ ત્યાં આવી પહોંચે અને તેણે સગરને ચકી જાણ
For Private And Personal Use Only