________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથે ચરિત્ર
સુભદ્રાએ ભક્તિના વશે સ્પર્શ કરી મુનિની આંખમાંથી તણખલું કાઢયું અને રેવતી શ્રાવિકા વીર ભગવાનને માટે કેળાપાક બનાવવામાં આધાકર્મને કરનાર થવા છતાં તે બન્ને કલ્યાણ સાધશે. આ ભક્તિ તીર્થયાત્રા, જિનપૂજા. ગુરૂસ્તવન વગેરે અનેક રીતે થઈ શકે છે. અહિં પુષ્પપૂજા ઉપર વીરસેન અને શુકરાજની કથા તથા ભાવપૂજા ઉપર રાવણ અને વનરાજની કથા કહી ભવ્ય જીને તેમણે પ્રતિબંધ પમાડ્યો. દેશના પૂર્ણ થયા બાદ સૌ પોતપોતાના સ્થાને ગયા.
પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં પા નામે શાસનદેવ અને પદ્માવતી નામે યક્ષિણું શાસનદેવી થઈ. પાર્વયક્ષ કાચબાના વાહનવાળે કૃષ્ણવર્ણવાળે, હતિ જેવા મુખવાળે, નાગની ફણાના છત્રથી શોભતે, ચાર ભુજાવાળે, બે વામભૂજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભૂજામાં બીજું અને સર્પ ધારણ કરનારે થયો. તથા પદ્માવતી કુર્કટજાતિના સપના વાહનવાળી. સુવર્ણ સરખા વર્ણવાળી બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાસ, તથા બે વામ ભુજામાં ફળ અને અકુંશ ધારણ કરનારી થઈ.
સાગરદત્તની દીક્ષા. ' જગત ઉપર ઉપકાર કરતા ભગવાન એક વખત પં નામના દેશના સાકેતપુર નગરના આસ્રોદ્યાનમાં આવ્યા. તેવામાં તામ્રલિપી નગરને સાગરદત્ત નામને એક વણિકપુત્ર ભગવાન પાસે આવ્યો અને ભગવાનને વંદન કરી ધર્મ દેશનામાં બેઠે. “આ સાગરદત્ત પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ પુત્ર હતો. તે ભવમાં તેની સ્ત્રી કેઈ બીજા પુરૂષ સાથે
For Private And Personal Use Only