________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરકંડરાજર્ષિ
૩૯
કરતા હતા ત્યાં બે સાધુઓ સ્મશાન આગળથી પસાર થયા. એક સાધુ આઘેડ વયના હતા. અને બીજા નાના અને નવ દીક્ષિત હતા. જેનારને ગુરૂશિષ્ય હોય એમ લાગતું. ગુરૂએ નાના મુનિને શમશાનના એક છેડે ઉભેલ વાંસ બતાવી કહ્યું
પેલે વાંસ જે! બહુ ઉત્તમ વાંસ છે. જે કઈ તેના મૂળને ચાર આંગળ વાંસ રાખે તે જરૂર રાજા થાય.”શિષ્ય નૂતન દિક્ષિત છતાં વધુ વૈરાગ્યવાસિત હેવાથી તેણે આગળ કાંઈ ન પુછ્યું અને ગુરૂ પણ માત્ર વિદ્યામાં રમતા હોવાથી આગળ ચાલ્યા પણ આ વાત કરકડુએ અને ત્યાંથી પસાર થતા એક બ્રાહ્મણે સાંભળી. બન્ને વાંસના મૂળના ટુકડા માટે લડી પડયા. અને તેની દાદ લેવા રાજદરબારે ગયા.
રાજા પ્રધાન બધાને હસવું આવ્યું અને કરકને પુછયું “આ વાંસના ટુકડાનું તારે એવું શું કામ છે?”
કરઠંડુએ કહ્યું “રાજા આ વાંસને ટુકડે જે તેવો નથી. તે તે મોટું રાજ્ય અપાવનાર છે.”
રાજાએ હસીને કહ્યું “જે ભાઈ તું રાજા થાય તે આ બ્રાહ્મણને એક ગામ આપજે.”
બ્રાહ્મણનું મન આથી ન માન્યું છતાં તે રાજા આગળ બહું વિવેચન ન કરી શકે, પણ કરકંડુને ઘાટ ઘડવાને લાગ શોધતો રહ્યો. ચંડાળ જનંગમને લાગ્યું કે “આ છોકરાને વાંસને ટુકડે છોડ નથી અને તે નહિ છેડે તો આ બ્રાહ્મણ કોઈક દીવસ જીવ લેશે.”
આથી સારા દિવસે જનંગમે દંતપુર છોડયું અને સ્ત્રી તથા કરકંડને લઈ કાંચનપુર તરફ ચાલ્યા.
For Private And Personal Use Only